પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પદ ૬ ઠ્ઠું.

પછી ગયો આદ્ય કૂર્મ ક્ષેત્રજી, મજ્જન દર્શે શુચિ તનુ નેત્રજી;
વળતી નિરખ્યા ગિરિપદ્મનાભજી, સોહાદ્રિનરહરિ લખી લાભજી; ૧ [૧]
મંગળગિરિ શ્રીપણાનૃસિંહજી, પિયે પ્રત્યક્ષે પણો શ્રીરંગજી;
ગોદાવરી વેણા સરિ સ્નાનજી, રૂપ હ્રદે મુખ હરિગુણગાનજી. ૨[૨]

ઢાળ.

ગુણગાન ગોવિંદ યજ્ઞ પદ પદ પાપ રહે નહિ લેશ;
આગળ શેષાચલ શિખર નિરખ્યા રાજ શ્રીવ્યંકટેશ. ૩ [૩]
પછી તળેટીમાં ત્રિપતિપુરિ શ્રીરાકચંદ્રજિ ભ્રાજે;
પછી કાંચી શિવ વિષ્ણુપુરી શ્રીવરદરાજ વિરાજે. ૪ [૪]
શુચિ પક્ષીતીર્થ, કામકોષ્ટી કુંભકરણ સુક્ષેત્ર;
નદી કાવેરિ શ્રીરંગસ્વામી નિરખિ સફલિત નેત્ર. ૫ [૫]


  1. ૧ આદ્ય કુર્મક્ષેત્ર–દક્ષિણમાં એક તીર્થ. મજ્જન ઈ○– ત્યાં સ્નાન કરવા વડે શરીર અને દર્શન કરવાવડે નેત્ર પવિત્ર થયાં છે. પદ્મનાભગિરિ–દક્ષિણમાં અનંતશયન પદ્મનાભ નામે નગરમાં એ તીર્થ છે. દ્વાવિડભાષામાં એ શહેરને તિખન દપુર કહે છે. સહ્યદ્રિનરહરિ–સહ્યાદ્રિપર્વત ઉપર એક દેવ છે. લખી–જાણીને લાભ જાણીને.
  2. ૨ મંગળગિરિ–દક્ષિણમાં એક પર્વત છે. પણનૃસિંહ–મંગળગિરિ ઉપર એક દેવ છે. વેણાસરી–વેણા નામની નદી. કૃષ્ણગંગાનદીની પાસે છે રૂપ ઈ○– હૃદયમાં હરિનું રૂપ મુખમાં હરિના ગુણનું ગાન રાખીને વેણા નદીમાં સ્નાન કર્યું. એ અન્વય.
  3. ૩ યજ્ઞપદ–યજ્ઞના સ્થાન રૂપ–ગોવિંદ ગોવિંદના ગુણગાનથી લેશ પાપ રહે નહિ. શેષાચળ–દક્ષિણમાં એક પર્વત છે. રાજે છે – શોભે છે.
  4. ૪ ત્રિપતિપુરી – દક્ષિણમાં એક ગામ છે. તેની પાસે પર્વત ઉપર બાલાજીનું મોટું ધામ છે ભ્રાજે–શોભે, કાંચિશિવ–ત્રિપુરાપુરીથી આશરે ૪૦ કોસપર મહાદેવનું સ્થાન છે. વિષ્ણુપુરી–વિષ્ણુકાંગી–શિવકાંચીથી દોઢ ગાઉ છે. વદૈરાજ–વિષ્ણુકાંચીમા વિષ્ણુની મૂર્તિ છે.
  5. ૫ પક્ષીતીર્થં–ચગલપટ સ્ટેશનથી પ ગાઉ પર પર્વત ઉપર એ તીર્થ છે.