પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ


કુંજ વિહારી રાજી રહે, જો દયા સહુપર હોય;
આત્મા ન કોઇનો દુઃખવે, નવ દોષ કોઈ કોઇનો જોય.
સહુ દેવ હરિ અંગેથી ઉપન્યા, દાસ હરિનો જાણિ;
નિંદા અરિશ્યા ના કરે પણ ભજે સારંગપાણિ.
શ્રી કૃષ્ણચંદ્ર વિના ન કોઈની, ભીતિ કહે કોઈ તૃષ્ણ;
સહેજે શિવાલય માર્ગે દીઠું, કરવા જયશ્રીકૃષ્ણ.
હરિને વિષે સહુ વિશ્વ તે, હરિ પૂજતાં પૂજાય;
કોઈ કહે હું હરિમાં નથી, તેને પુજે અમારી બલાય.
પ્રતિ પશુ પશુસેં ચિસાડો પ્રતિ પોલીએ શું મોંણ ?
સમજુ ન દેવા વિસરે, વડિ વડિ પ્રત્યે લોંણ.
શિવ સ્ફુટ નમ્યા નહિ દક્ષને, દેખી દેહાભિમાન;
જન દયા પ્રીતમ કૃષ્ણ અંતરયામિ નમિયા ધ્યાન.