લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ratnakar Pachchishi.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મ ને તો નવ ઘણું
બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું.૧૬

આત્મા નથી પર ભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી
મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી
રવિ સમ હતાં જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે
દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે.૧૭

મેં ચિત્ત થી નહીં દેવ ની કે પાત્રની પૂજા ચહી
ને શ્રાવકો કે સાધુઓ નો ધર્મ પણ પાળ્યો નહીં
પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યાં જેવું થયું
ધોબી તણા કુત્તા સમું મમ જીવન સૈ એળે ગયું.૧૮

હું કામ ધેનુ કલ્પતરુ ચિંતામણી ના પ્યારમાં
ખોટાં છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં
જે પ્રકટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં
મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કઈં.૧૯

મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહીં
આગમન ઈચ્છ્યું ધન તણું પણ મૃત્યુને પ્રીછ્યું નહીં
નહી ચિંતવ્યું નર્ક કારાગૃહ સમી છે નારીઓ
મધુ બિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયો.૨૦

હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો.
કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યા
વળી તીર્થ ના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યાં
ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યાં.૨૧

ગુરુ વાણી માં વૈરાગ્ય કેરો રંગ લગ્યો નહીં અને
દુર્જન તણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને