પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાવણ મંદોદરી સંવાદ.


દોહરો.

શ્રીસરસ્વતિ મતિ દેયણી, ઉત્પત ગત રતિ પત્ય; શ્રુતિ સ્મૃતિ અદ્ભુત ધૃતી, દે મા રુડી મત્ય. ૧

ચોખરો. માત માયા કરો બરદ બાંહે ધરો, સર્વ સંકટ હરો ઈશ આતા; ભોજ્ય ભાવે ભરો ખેલ રાખે ખરો, ઠેઠ ઠામેઠરો સુખસાતા; નેહ આણો નરો પલક નહિ તે પરો, એહ છે આશરો માન માતા; સાચ સામળ ભણે વેદ વાયક તણે, આપણે એક એ દેવી દાતા. ૨ પ્રેમથી પૂજીયે સ્નેહથી સૂઝિયે, જોરથી ઝુજીયે દેત દોટી; મેરથી માણિયે અંતરે આણિએ, જુગતથી જાણિયે ચિત્ત ચોટી; પ્રીત પરમાણિયે વિશ્વ વખાણિયે, આણિયે નહિ દલે ખાંત ખોટી; સામળ કહે સેવિયે દેવની દેવી એ, મો શીર ગાજતી માત મોટી. ૩ ધર્મ દૃઢ ધીર તું નિર્મળો નીર તું, જગતનું જોર તું સિદ્ધ સારી; વાણીમાં વેદ તું ભ્રાંત માં ભેદ તું, મૂળ માં મેદ તું વૃષ્ટિ વારી; કુટવાળ કાશી તણો ભાવે સામળ ભણ્યો, જે ભૈરવાનંદ આનંદકારી. ૪

છપ્પા.

શિવ સરીખો તાત, માત ઉમિયા છે જેની; લક્ષ લાભ શુભ સુત, રિદ્ધ સિદ્ધ તનયા તેની; ક્ષેમ કલ્યાણ જામાત્ર, પાત્ર અષ્ટ સિદ્ધિ દલ દાસી; ત્રિદશ આદે દેવ, શેવ નવ નિધ ઘરવાસી; પિતા પંચાનન પ્રભુ, ષડાનન વળી બંધવ ભણું; ગજાનન ગુણ આગળો, પ્રથમ ધ્યાન ધરું તે તણું; ૫ શ્રી ગુરુ વંદુ ચરણ, શરણ રહું શુભ રીતે; બ્રહ્મા વિષ્ણુ ઇશ, દિગ પત્ય પૂજું પ્રીતે;