પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૭
પદ્મિની



દેવી જાતે આવીને તેમના લોહીની માગ કરે છે, એના કરતાં વધારે સદ્ભાગ્ય ચિતોડવાસી વીરરાણાવંશી રાજપુત્રોને માટે બીજું શું હોય ? આનંદ અને ઉત્સાહથી રાજપુત્રો ઉન્મત્ત થઈ ગયા.

એકે એકે અગિયાર રાજકુમારોએ ગાદી ઉપર બેસીને સૈન્યસહિત યુદ્ધક્ષેત્રમાં પ્રાણ વિસર્જન કર્યા.

રાણાના બાર પુત્રોમાં એક ફક્ત અજયસિંહ જીવતો હતો. અજયસિંહના મૃત્યુ પછી રાણાવંશ નિર્મૂળ થવાનો સંભવ હતો. એટલે અજયસિંહને બીજે મોકલીને તેની જગ્યાએ પોતે પ્રાણ આપવાને રાણો લક્ષ્મણસિંહ તૈયાર થયો.

આ તરફ, ચિતોડ હવે બિલકુલ વીરશૂન્ય થયું. આ છેવટના યુદ્ધ પછી ચિતોડની રમણીઓની આબરૂ સાચવે એવું કોઈ રહેવાનું નહોતું. દેવીની આજ્ઞા મુજબ બાર રજપૂતોના બલિદાનનું ફળ ક્યારે મળશે, તે તો દેવી જાણે ! પણ ચિતોડ મુસલમાનોના તાબામાં જશે, એ વાત એ વખતે બધા સમજી શક્યા હતા.

આ વખતે પદ્મિનીએ ચિતોડવાસી સ્ત્રીઓને એકઠી કરીને કહ્યું: “બહેનો ! આપણા સ્વામી, પુત્ર અને ભાઈઓમાંથી અનેક વીરો વીરશય્યામાં સૂઈ ગયા છે. જે લોકો બચ્યા છે, તેઓ પણ આજે એજ શય્યામાં શચન કરશે. આપણા સ્વમાનરક્ષણનો ભાર આજે આપણે પોતાના જ હાથમાં છે. રજપૂત લલનાઓ મરતાં બીતી નથી. અગ્નિકુંડમાં દેહ અર્પણ કરવો, એ આવે વખતે રજપૂત બાળાઓનું અવશ્ય ભાવિ નિર્માણ હોય છે; ધર્મરક્ષાનો આ એકમાત્ર ઉપાય છે. રજપૂત વીરો પ્રશાંત ચિત્તે રણક્ષેત્રમાં પ્રાણસમર્પણ કરી રહ્યા છે, તો હે બહેનો ! રજપૂત વીરોની યોગ્ય અર્ધાગનાઓ આપણે પણે આજે અગ્નિમાં પડીને તેમનું અનુગમન કરીએ, મુસલમાનો પણ જોશે કે એમની પાશવશક્તિ કરતાં પણ આપણું ધર્મબળ કેટલું બધું ઉચ્ચ છે. જગત જોશે કે રજપૂત વીરાંગનાઓ કેવી રીતે પાશવશક્તિ ઉપર પોતાનું મહત્વ સિદ્ધ કરી શકે છે.”

બધી રજપૂતાણીઓએ એક અવાજે પદ્મિનીની વાતને અનમેદન આપ્યું. રાજધાની ચિતોડમાં એક ઊંડો વિશાળ કૂવો હતા. તેમાં મોટી ચિતા સળગાવવામાં આવી. ગગનસ્પર્શી ઝાળ એ ચિતામાંથી ઊઠવા લાગી. એ રજપૂત લલનાઓમાં પદ્મિની