પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૦૭
 


ગુજરાતનું વ્યક્તિત્વ જેવું નિરાળું છે તેવું જ સાપેક્ષ છે. ગુજરાત કોઈ પ્રગતિ કરે તે ભારતવર્ષની સાંસ્કૃતિક એકતામાં પોતાનો ફાળો આપવા, ને સમગ્ર ભારતદેશને મહિમાવંતો કરવા. ઇતર પ્રાંતની સાહિત્યસંસ્થાઓ સાથે સહકાર સાધી તે તે પ્રાંતની વિશિષ્ટતાઓ જાણી, તેમાંથી શક્ય હોય તેટલી તેણે અપનાવવી જોઈએ. પરપ્રાંતો સાથે સમાનભૂમિનો સહકાર સાહિત્યની સર્વદેશીય પ્રગતિ સાધવા આજે ખૂબ આવશ્યક છે. બંગાળ, ઉત્તરહિંદુસ્તાન ને મહારાષ્ટ્ર ઇત્યાદિ પ્રાંતોનો સંસર્ગ ને સહકાર ઉવેખવાથી ગુજરાતી સાહિત્યનું નવસર્જન અધુરૂં જ રહેશે અને સાર્વત્રિક જાગૃતિ ઈચ્છતા ગુજરાતને આવું એકલપણું પાલવશે પણ નહિ. લાઠીના સાહિત્ય પરિષદ્ સંમેલનમાં ગુજરાતી સંસ્કૃતિના રક્ષણ અર્થે બૃહદ ગુજરાતમાં પ્રચારકાર્ય કરવા માટે રીતસર ઠરાવ કરવામાં આવ્યો હતો. પણ ઇતર પ્રાંતોના આવશ્યક સાહિત્ય–વિષયક સહકાર માટે પરિષદ કે તેનું સંમેલન ક્યારે જાગૃત થશે ? કેવળ ઠરાવોથી કે ‘હંસ’ જેવાં સામયિકોથી આ કાર્ય નહિ ઉકેલાય.

૧૦ અને નિરક્ષરતાના નિવારણની, ભાતૃભાષાના પ્રચારની, ગુજરાતી યુનિવર્સિટીની ઈત્યાદિ ઇત્યાદિની અનેક વાતો આજે કર્ણોપકર્ણ સંભળાય છે. પણ ગુજરાતમાં આજે આવાં કાર્યો માટે સંગઠન ને સંયુક્ત પ્રયાસો જ ક્યાં છે ? ગુજરાત કાંઈ નિવાર્ય નથી, તેનું સાહિત્ય સત્ત્વવિહોણું નથી, ને તેના સાહિત્યકારો નિસ્તેજ નથી, ગુજરાતી સાહિત્ય આજે તેના અપ્રતિમ ગાંધીજીથી, તેના ધ્રુવો ને દીવેટીઆથી, તેના ન્હાનાલાલ ને ખબરદારોથી, તેના મુનશી ને રમણલાલોથી, તેના કાલેલકર, ઠાકોર, પાઠક ને મેઘાણીથી પર પ્રાંતમાં એ ઉન્નત મુખે ઊભું