પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સાહિત્યને ઓવારેથી
 

વિરાટ પગલાંથી પ્રાચીન તથા અર્વાચીન, બંનેને માપવાના પ્રયત્ન કર્યા. તેણે ‘રસપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, અને ‘પિંગળપ્રવેશ’ આપ્યા, વ્યાકરણો રચ્યાં, નાટકો આલેખ્યાં, રસિકને રુચે તેવું ઋતુવર્ણન, પ્રેમાનંદની ઢબનું ‘રુકિમણીહરણ’, શામળની શૈલીવાળી ‘જીવરાજ’ ને ‘વીરસિંહ’ જેવી યુગપલટો દર્શાવતી વાર્તાઓ, ધીરાના જેવાં પદ અને દયારામના જેવી ગરબીઓ આપી. ગદ્ય પણ કાવ્ય હોઈ શકે એવું તેનું હિંમત અને ડહાપણભર્યું વચન ગુજરાતી સાહિત્યમાં હવે આટલા વર્ષે આજે સ્વીકારાયું છે. કુદરતમાં શાંતિ શોધતા આ કવિએ પ્રકૃતિસૌંદર્ય ઉપર કાવ્ય રચવાની પહેલ કરી, મહાકાવ્ય લખવાની તીવ્ર અભિલાષા સેવી, અને મહાકાવ્યને ઉચિત વીરવૃત્તની કલ્પના કરી. સમાજની જેમ સાહિત્યના પણ તેને રંગ પલટાવવા હતા. તેના આત્મવર્ચસના જોરદાર ફુવારાએ તેના કાવ્યપ્રદેશને એટલો તો સિંચી નાખ્યો કે તેનું આત્મલક્ષિત્વ સર્વત્ર ઉછાળા મારતું હતું. વેગવંતી મસ્ત શૈલી વડે તેણે કાવ્યના અખૂટ ભંડાર ભર્યા; તથા સરળ ને પ્રસંગોચિત પ્રૌઢ શૈલીએ ગુજરાતના ગદ્યસ્વામીની કીર્તિ મેળવી. તેના નિબંધો, ભાષણો અને લેખો; કાળમાહાત્મ્ય ગાતો ને ઇતિહાસના બોધપાઠ સારવતો તેનો ‘રાજ્યરંગ’; નિષ્કામ વિચાર-પરિવર્તનના પડઘા પાડતો તેનો ‘ધર્મવિચાર’; રામાયણ, મહાભારત અને ‘ઇલિયડ’નો તેણે આપેલો સાર; તેનાં કવિચરિત્ર તથા ‘કથા-કોષ’; કેળવણી, સુધારો, સંપ, હુન્નરઉદ્યોગ અને સમાજની ત્રુટિઓ ઉપરના તેના ઉદ્‌ગારો: આ બધાં આજે પણ તેની સાહિત્યસેવા ઉપર આપણી પાસે પ્રશંસાનાં પુષ્પો વેરાવે છે. અને તેનો કીર્તિકલશ સરખો, તેનાં અખૂટ ધૈર્ય, નિઃસીમ ઉદ્યોગ અને ગહન ભાષાજ્ઞાનથી લખાયેલો, ને આશ્રયવિહોણી તથા