પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સાહિત્યને ઓવારેથી
 


છે ! મહત્તા અને માતૃભૂમિની સેવાનાં રવપ્ન સેવનાર મુનશીએ દેશાભિમાન અને વ્યાવહારિકતાનો યોગ્ય સમન્વય કરી કેટલી વસ્તુઓ આજે સિદ્ધ કરી લીધી છે ! એક જ પ્રહારે સંસ્કારી ને ગૌરવભરી મંજરીને મારનાર, અને કલ્પનાના ઊડણદંડે મહાઅમાત્ય મુંજાલ અને પૃથ્વીવલ્લભ મુંજનાં મન પારખનાર આ લેખકે આપણને કેવાં જીવંત અને જ્વલંત પાત્રો આપ્યાં છે ? ‘મા’ની સેવાનાં સ્વપ્ન સેવનાર ‘સુદર્શન’ દ્વારા તેમણે પોતાની જ મનઃસૃષ્ટિના ભાવિ સ્પષ્ટ આંક ઉકેલ્યા, ‘ભગવાન કૌટિલ્ય’ અને ‘ધૃવસ્વામિની દેવી’ દ્વારા ભૂતકાળના ગાઢ અંધકારભર્યા પડદા ચીર્યા, અને ‘કોનો વાંક‘, ‘વેરની વસુલાત’ ને ‘સ્નેહસંભ્રમ’ જેવી કૃતિઓ વડે વર્તમાન સમાજના વિવિધ રંગ અવલોક્યા; અને આ રીતે તેમણે કેટલું યે સર્જનાત્મક સાહિત્ય ગુજરાતની સાહિત્યપ્રિય જનતાને ચરણે ધર્યું.

પણ ભૂલ્યો; મુનશી માટે ‘ચરણે ધરવું’ એમ કહેવું તે એમને મન તો માનહાનિ જ ગણાય. તેમણે તો આ સર્જનાત્મક સાહિત્યના થાકેથોક ગુજરાતની જનતા ઉપર બૉમ્બના ધડાકાની માફક નાખ્યા કર્યા; અને અંજાઈ ગયેલી, મૂઢ બનેલી એ જનતાએ આંખો ચોળતાં મુનશીની સાહિત્યશક્તિઓનો સ્વીકાર કર્યો. પણ આ જ વસ્તુને ગુજરાતી યુવકો માટે વધુ સ્પષ્ટ કરી બતાવું ? પ્રખ્યાત અંગ્રેજલેખક મૅકોલેએ ‘ઈંગ્લેન્ડનો ઇતિહાસ’ લખી તેની અદ્‌ભુત શૈલી અને અવનવા વિચારપ્રવાહને લીધે અન્ય લેખકોનાં માન મૂકાવ્યાં, અને યુવાન પુરુષ કે સ્ત્રી–વાચકોના ટેબલ ઉપર તેને પ્રથમ સ્થાન અપાવ્યું; તેવું જ સ્થાન ગદ્ય સાહિત્યમાં મુનશીની ‘ગુજરાતનો નાથ’ નામે નવલકથાએ પ્રાપ્ત કરી ગુજરાતના યુવકોના હૃદયગઢ સર કરી લીધા છે, ને