પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇસ્લામ : ૧૧૩
 

માત્ર તલવારધારીઓનો ધર્મ છે, માત્ર આક્રમણ પ્રેરક ધર્મ છે, એમ માનવામાં ભૂલ થાય છે.

માનવજાત સમજી લે કે તલવારે કદી અંતિમવિજય આપ્યો નથી.

સહુ ધર્મીઓ સમજી લે કે ધર્મ વિસ્તાર તલવારથી કદી થયો જ નથી.

મહમદ ગઝની કે મહમદ ધોરીની સવારીઓ કરતાં ઈસ્લામના ઓલિયા અને સંતોના ઉપદેશ ઈસ્લામના પ્રચારમાં વધારે મહત્ત્વના કારણરૂપ છે, એ આપણે સમાજના અભ્યાસ ઉપરથી જોઈ શકીશું. અલાઉદ્દીન કે બાબરના રાજકીય વિજયો કરતાં શેખ સાદી અને હાફેઝના સાહિત્યે ઈસ્લામને વધારે દઢ કર્યો છે. સંત, સાધુઓ, ફિલસૂફો, સાહિત્યકારો અને ફકીરો જેટલો ધર્મપ્રચાર કરી શક્યા છે એટલો પ્રચાર શહેનશાહ, શાહી લશ્કરો કે શાહી વહીવટ કરી શક્યા નથી. તલવાર ભય પમાડે; સ્થાયી અસર કરી શકે નહીં. રાજવહીવટ અમુક પ્રકારનું બળ સંગઠ્ઠિત કરી અમુક ધર્મને પુષ્ટ કરે એ ખરું પરતુ હજી સુધી કોઈ રાજવહીવટ અમુક એક ધર્મને જ સ્વીકારી ધર્મને મજબૂત કરી શક્યો નથી. ઈસ્લામી બાદશાહને સહાય આપનાર અનેક હિન્દુઓ હતા. હિન્દુ રાજાઓની સહાયે અનેક ઈસ્લામીઓ હતા. અંગત કે વહીવટી વફાદારીને અંગે હિન્દુઓ અને ઈસ્લામીઓ સ્વધર્મીઓ સામે પણ ઝુઝયા છે. એટલે રાજ્યકર્તા હિંદુ ધર્મ પાળતો હોય કે ઈસ્લામ. ધર્મ, એની અસર માત્ર તત્કાલીન જ હોઈ શકે. સારી અને સ્થાયી અસર તે હૃદયપલટાથી જ થાય. હૃદયપલટા વગર હિન્દમાં તેમજ બીજે ઈસ્લામનો આ વિસ્તૃત અને કાયમી સ્વીકાર અશકય છે અને હૃદયપલટો કરવાની સાચી તાકાત તો સંત, સાધુ, ઓલિયા, ફકીર કે સાહિત્યકારમાં જ હોઈ શકે. ઈસ્લામમાં અપવાદ ન હોય. ઈસ્લામમાં ઘણાએ પરમ શાન્તિ નિહાળી છે. ઈસ્લામ ઝનૂનપ્રેરક છે. જડ અણસમજવાળા માનસને એ આકર્ષે છે, ઈસ્લામીઓને એ અસહિષ્ણુ બનાવે છે. એવી પણ એક માન્યતા બીનઈસ્લામીઓમાં છૂપી કે જાહેર રીતે પ્રવર્તે છે, ઈસ્લામીઓના સ્વભાવની ઉગ્રતા અને તીખાશ લોકવાતોમાં અને કહેવતમાં પણ ઉતરી ચૂકી છે. એનાં કારણોમાં ઊતરવાની જરૂર નથી. પરંતુ હઝરત