પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ : સાહિત્ય અને ચિંતન
 

હદયમાં વસી રહેલી ગુપ્ત ભાવના સાચી કવિતાને પણ કયાં ઘસડી જાય છે એ કહેવાની જરૂર હવે ઊભી થઈ છે. પૃથ્વી છંદ અને તેમાંએ સેનેટ ઉતારવાની ઘેલછા પાછળ અસામાન્યતા–વિશિષ્ટતાએ ઊભા કરેલા ભ્રમને જરા સમજી લઈએ,

એક ભ્રમ એવો છે કે જાણે પૃથ્વી છંદ એ કવિતાને કોઈ નવોજ છંદ મળી ગયો છે ! લગભગ કાવતરું કહી શકીએ એવી ઢબે આ ભ્રમને ઉત્તેજન અપાય છે. પરંતુ સાચી વાત તે એ છે કે પૃથ્વી છંદ સંસ્કૃત ભાષામાં બહુ સારા પ્રમાણમાં વપરાઈ ચૂકેલો છંદ છે, અને આપણા પિંગળે એનાં હાડ-પાંસળાં ગણ–વીણીને આપણા હાથમાં આપેલાં છે. શાર્દુલ, શિખરિણ, વસંતતિલકા અને મન્દાક્રાન્તા જો નવીન છંદ હોય તે પૃથ્વી છંદ નવીન છે. વળી એનો એટલો વપરાશ વધી ગયો છે કે એની નવીનતા ધસાઈ ગઈ છે અને રૂઢિની યાંત્રિક સામાન્યતા એને વળગવા લાગી છે. કવિ કોણ ? પૃથ્વી છંદમાં થોડી ઘણી પણ કવિતાઓ લખે તે આવી રૂઢ થતી જતી માન્યતા ભાટચારણેના એક સમર્થ પણ બહુ વપરાશમાં અણગમતા થઈ પડેલા સોરઠાછપ્પાની હારમાં પૃથ્વી છંદની નવીનતાને બેસાડી દેશે એવો ભય ઉત્પન્ન થયો છે.

કાવ્ય એ કાંઈ ગાવા માટેની, રાગડા તાણવા માટેની કૃતિ નથી, એવી ગઈ સદીથી આજસુધી પોષાતી આવેલી માન્યતાને પૃથ્વી છંદમાં એવો ટેકો મળી ગયો છે કે જાણે એ છંદ ગાવા માટે નહિ પરંતુ ન ગવાતાં ન ગાવાં જોઈએ એવા–સાચાં કાવ્યો માટે મળી આવેલું ઈશ્વરદત્ત કે બ. ક. ઠા. દત્ત વાહન છે એમ લગભગ મનાવા લાગ્યું છે. આ પણ ભ્રમ જ છે ઈશ્વરે કે બ. ક. ઠા. એ નહિ પરંતુ આપણી સંસ્કારમાતા સંસ્કૃત ભાષાએ એ છંદ આપણને આપ્યો છે. અલબત્ત બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાના એના સ્વીકારમાં અને પ્રચારમાં બહુ મહત્વઓ ઐતિહાસિક ભાગ ભજવ્યો છે, એમાં ના કહેવાય એમ નથી.

પૃથ્વી છંદ જેને ન ગાવો હોય તે ભલે ન ગાય; અને મોટા ભાગના આપણા માન્ય કવિઓ આમે ન ગાય એ જાહેર સુલેહશાન્તિ માટે બહુ ઈચ્છવા યોગ્ય પણ છે. પરંતુ પૃથ્વી છંદ અને છંદોની માફક ગાઈ શકાય એવો છંદ છે, અને એની ગીતલઢણ બીજા છંદ કરતાં