પૃષ્ઠ:Samayik Sutra.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચઉવીસં પિ-આવા ચોવીશેય, (તથા અન્ય પણ)
જિણવરા-જિનેશ્વરદેવ
તિત્થયરા-તીર્થની સ્થાપના કરનારા-તીર્થંકર ભગવંતો
મે-મારા ઉપર
પસીયંતુ-પ્રસન્ન થાઓ.
કિત્તિય-વાણીથી સ્તુતિ કરાયેલા,
વંદિય-મસ્તકથી વંદિત,
મહિયા-ઈંદ્રાદિથી વિશેષ રીતે પૂજાએલા
જે-જે
-આ
લોગસ્સ-અખિલ લોક=સંસારમાં
ઉત્તમા–સૌથી ઉત્તમ-શ્રેષ્ઠ
સિદ્ધા-તીર્થંકર સિદ્ધ ભગવાનો છે, તે
આરુગ્ગ-આરોગ્ય=આત્મિકશાંતિ અને
બોહિલાભં-બોધિ-સમ્યગ્ ઘર્મનો લાભ
સમાહિવર મુત્તમં-સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ભાવસમાધિ,
દિંતુ-આપો.
ચંદેસુ-ચંદ્રમાઓથી પણ,
નિમ્મલયરા-વિશેષ નિર્મલ,
આઈચ્ચેસુ અહિયં-સૂર્યોથી પણ અધિક
પયાસયરા-પ્રકાશના કરનારા,
સાગરવર ગંભીરા-સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર,
સિદ્ધા-તીર્થકર, સિદ્ધ ભગવંતો,
સિદ્ધિ-સિદ્ધિ (મોક્ષ)
મમ-મને
દિસંતુ.-બતાવો. (આપો)