લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sandeshika.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-બે બોલ

મારી નમ્ર કૃતિઓને ચાહનારા ગુર્જરબંધુ એને જરા લાંબી રાહ જેવડાવીને આ સંગ્રહ પ્રગટ થઈ શકે છે, તે માટે માફી ચાહવાના બે બોલ હું અહિં નોંધવા ઈષ્ટ ધારું છું.

ઈ. સ. ૧૯૨૦ માં હું મુંબઈ ગયો હતો, તે વેળા મારા મિત્ર ‘‘ વીસમી સદી ” વાળા સ્વર્ગસ્થ હાજીમહમદે આ “ સંદેશિકા ” ને કાવ્યસંગ્રહ પોતે સુંદર રીતે છપાવી બહાર પાડવા મારી પાસેથી લઈ લીધો હતો. આ સંગ્રહ એ કલાફકીરને હાથે બહાર પડયો હોત તો ગુજરાતને એનું રૂપરંગ કાંઈ ઓર રીતે મળી રહેત. પણ વિધિને જૂદું જ ભાવ્યું, અને એ મિત્રના અવસાન પછી બહુ બહુ વિલંબે એ સંગ્રહ એમના પુત્ર પાસેથી મને પાછો મળ્યો. તે પછી મારી ચાલુ નાદુરસ્ત તબિયત અને અનિવાર્ય અડચણોને લીધે એ બહાર પાડવાનું કામ ઢીલમાંજ પડતું ગયું. ગયા ડિસેમ્બર ૧૯૨૩ માં મારા વિદ્વાન મિત્ર રા. રા, બળવંતરાય કરયાણરાય ઠાકોર મદ્રાસ આવ્યા હતા, ત્યારે તેમના સ્નેહ અને આગ્રહને વશ થઈને મેં એ સંગ્રહ તેમને સ્વાધીન કર્યો અને તેમની જ ખંતથી એ સંગ્રહ “ ગુજરાતી સા.૫.ભંડોળ કમિટિ ને એની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરવા માટે સોંપ્યો. એ ભલા મિત્રની જે આટલી ખંત ન હોત તો વળી પાછી કેટલીક વધુ ઢીલ થઈજ હોત. એ કારણને લીધે આ પુસ્તકની પ્રસિદ્ધિને માટે હું એમનનોજ આભારી છું.

ગુજરાતને વાચક વર્ગ કવિતામાં હવે વધુ રસ લેતો થયો છે, અને ગુજરાતીનું શિક્ષણ શાળાઓ અને વિદ્યાપીઠમાં પણ વધુ ઉમંગ