પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૨૩
 

વશ ૨૩ “ આ મહારાજા હેમાંગદ. એ કલિંગદેશના રાજા છે. એમની સત્તા નીચે મહેન્દ્ર પર્યંત અને મહાસાગર આવેલાં છે. પ્રાતઃકાળમાં, પેાતાના ગંભીર નિથી મહાસાગર હેમને નિદ્રામાંથી જગાડે છે. સમુદ્રતટે આવેલા તાડવનમાં, શીતળ મંદમંદ લહરીએમાં આ મહારાજ સાથે વિહાર કરવા એ જીવનની એક લ્હાણ છે. ’’ ત્યાંથી પણ રાજકન્યાએ પ્રતિહારીને આગળ ચાલવા કહ્યું. તેએ એક બીજા રાજા પાસે આવ્યાં. સુનન્દાએ પેાતાનું કથન શરૂ કર્યું. ઈન્દુમતી મ્હેન ! આ પાંડય દેશના રાજા. હેમની રાજધાનીનું નામ ઉરગપુર છે. હેમણે શરીરે હિચદનને સુગધિ લેપ કર્યો છે, અને ખભેથી પગ સુધીનેા લાંખેા હાર પહેર્યો છે. તેથી હેમની આકૃતિ ઉદય પામતા સૂર્યથી દેદીપ્યમાન થયેલા શિખરવાળા અને પાણીનાં વહેતાં ઝરણવાળા પતરાજ જેવી લાગે છે. વિન્ધ્યાચળની વૃદ્ધિને અટકાવનાર અને સમુદ્રને સમગ્ર પી જનાર અગસ્ત્ય મહર્ષિ આ મહારાજા ઉપર પ્રેમ રાખી એમના અશ્વમેધ યજ્ઞાને અંતે સ્નાનની કુશળતા પૂછવા આવે છે. શંકર પાસેથી બ્રહ્મશિરસ્ નામનું તેજસ્વ અસ્ત્ર મેળવીને લંકાધિપતિ રાવણ ઇંદ્રને જીતવા જતા હતા, તે પહેલાં હેને પાંડયરાજા સાથે સંધિ કરવી પડી હતી. મલયભૂમિમાં ચંદન અને એલચીનાં વનેામાં આ મહારાજા સાથે વિહાર કરવાનું ભાગ્ય હમને પ્રાપ્ત થાએ. રાજા શરીરે શ્યામ છે, હમે ગેારાચન જેવાં ગેારાં છે!—એટલે હમારા સંબંધ મેધ અને વિદ્યુતના સંબંધ જેવા પરસ્પર શેભામાં વૃદ્ધિકર થશે.’ એ રાજા પણ ઈન્દુમતીને પસંદ પડ્યા નહિ. આ પ્રમાણે જે જે રાજાએની પાસે થઇને તેએ આગળ જતાં, તે તે રાજાના મ્હાંની લાલી જાણે તેએ સાથે જ લઇ જતાં હેાય એમ લાગતું ! આમ ચાલતાં ચાલતાં તેએ ઘુપુત્ર અજની સમક્ષ આવી પહેાંચ્યાં. ખીજા રાજાઓના જેવી આપણી પણ ગતિ થશે કે શું ?' એમ વ્હેના મનમાં ચિંતા થવા લાગી. એટલામાં હેના જમણા હાથે નકારમાં ઉત્તર આપ્યા. અજને જોઈ ઇન્દુમતીના હૃદયપ્રદેશમાં એક અદૃષ્ટ ભાવને સંચાર થવા લાગ્યા. ચતુર સુનન્દા આ મ સમજી ગઈ અને વિ- Gandhi Heritage Portal