પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦


સુંદરની અાંખમાં અાંસુ માયાં નહી, લજજા અને ભયથી કંપતા ઓઠને નીકળવા પ્રયન્ન કરતી વાણી ઉઘાડી શકી નહી, દુખિયારી વિધવાને પોતાનું ભાન રહ્યું નહી, તેના માથા પરથી છેડો પાછળ ઉતરી પડ્યો, અને પાંદડાંવડે ફુલ ઢંકાય તેમ બે હાથવડે અાંખો ઢાંકી દેઇ ભીંતને અઠીંગી અનાથ સુંદરગૌરી બોલ્યા ચાલ્યા વિના માત્ર ઉભી રહી. આ પ્રકરણ પુરું નથી થયું એટલામાં ધસતી ધસતી ચંડિકા બ્‍હારથી આવી. એનો મીજાજ કાંઇક કારણથી ગયો હતો તેથી જણાતું હતું કે સઉ જમવા ગયાં હતાં ત્યાં કાંઈ નવી જુની થઈ હશે. “રાંડ, નાયકા, આજ ત્‍હારાં લક્ષણ જાણ્યાં ” એમ કહી, રોતી ધ્રુજતી સુંદર ઉપર કોપેલી ચંડિકા કુદી પડી અને તડી તડી તેને ભીંત સાથે ડાબવા લાગી. “વાહરે ભાભીજી ! આ શું ? છોડો એને ” કહી ગુણસુંદરી વચ્ચે પડી, સુંદરને છોડવી, અને ગાળો દેતી દેતી અને મ્‍હોટે સાદે મ્‍હોં વાળતી ચંડિકા મેડિયે ચ્‍હડી અને ધણી સામી ઉભી રહી છાજિયાં લેવા લાગી. ચંડિકાનો ક્રોધ જોઇ “શું આમાં સુંદરનો તો દોષ નહી હોય ?” એમ વિચારી “ના, ના, કંઇક અાંધળે બ્‍હેરું કુટાયું છે ” એમ મનમાં ક્‌હેતી ક્‌હેતી ગુણસુંદરી સુંદરને વધારે પુછવા જાય છે એટલામાં ઘરનો બાકીનો સઉ સ્ત્રીવર્ગ તથા છોકરાં આવ્યાં, એટલે કાંઇ ન થયું હોય એમ ગુણસુંદરી જમણના સમાચાર પુછવા લાગી અને કોઈ કાંઇ વાત ક્‌હાડે છે કે શું કરે છે તેની વાટ જોવા લાગી. કોઈનું ધ્યાન ન ખેંચાય એમ સુંદર હળવે હળવે પોતાને કામે વળગી. ગુણસુંદરીને ઉત્તર મળે એમ ન લાગ્યું. ધર્મલક્ષ્મીનું મ્‍હોં ચ્‍હડ્યું હતું, અને ચ્‍હડેલે મ્‍હોંયે એક ઠેકાણે બેઠી. દુ:ખબા ગભરાયલા જેવી દેખાઇ કંઇ કામ ન જડતાં હીંચકે સુતી. ચંચળ પોતાને કામે લાગી, પણ કામ કરતાં વચ્ચે વચ્ચે મનમાં ને મનમાં કંઇક બડબડતી હતી. આ સઉ તાલ ગુણસુંદરી જોઇ રહી. એકદમ આમ સઉના સ્વભાવ ફરી જતા આજ જ જોયા.– આવો અનુભવ પ્રથમજ થયો. “ શું કાંઇ મ્‍હારા ઉપર સઉના મનમાં કાંઈ આવ્યું હશે ? ” “ શું કોઈએ કાંઇ સાચાં જુઠાં કર્યા હશે?” “ શું સ્વામીનાથના ઉપર આ સઉ હશે ?” “એ ઈશ્વર ! સઉની મરજી ઉઠાવતાં ઉઠાવતાં પણ આવું જોવું રહ્યું!” “ઘરનો ભાર વેઠવામાં આ વેઠવાનું પણ ખરું કે?” “શું મ્‍હારાથીજ કાંઇ ખરેખરી કસુર થઇ ગઇ હશે ?” આમ હજારો વિચાર કરતી કરતી, ઘડીમાં એકના મ્‍હોં સામું અને ઘડીમાં બીજાના મ્‍હોં સામું જોતી જોતી, ગુણસુંદરી ધર્મલક્ષ્મીની દેવસેવાની સામગ્રી કરવા જવા લાગી, એટલે જમણો