પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧

જતી હતી અને તે પ્રસંગે વાદળીયો વચ્ચે થઈને ચંદ્ર સામે ધસતો દેખાતો હતો. માત્ર તેના અને તારાઓના અને તેમના અંતરથી જણાતું હતું કે આ દેખાવમાં ખરો વેગ તો વાદળીયોનો છે – ચંદ્રનો નથી.

આણી પાસ આકાશમાં ચંદ્રની આ સ્થિતિ હતી તે કાળે એના પ્રકાશથી સમુદ્રપર આઘે એક વ્હાણ ઉંચું નીચું થતું દેખાતું હતું. એ ચંદ્ર અને એ વ્હાણ ઉપર વારાફરતી દૃષ્ટિ ફેરવતી બાળા ઉભી થઈ આકાશમાં ચંદ્રને વાદળીયો ડુબાડે છે અને સમુદ્રમાં વ્હાણને વાદળીયો જેવાં મોજાં ડુબાડે છે, શું તેમને આ સદ્ભાગ્ય છે અને મને નથી ? આમને આમ સમુદ્રમાં હું ચાલી જાઉં તો મને કોણ અટકાવનાર છે ?”

બ્હીતે બ્હીતે કુમુદે આગળ પાછળ દૃષ્ટિ ફેરવી. એની આંખમાં ચંદ્રનું પ્રતિબિમ્બ ચળકતું હતું અને સાગરનું પ્રતિબિમ્બ સમાયું હતું. એ આંખમાં બીજી કોઈ ચીજ પેસી શકી નહીં, એણે શૂન્ય ફીકું હાસ્ય કરવા માંડ્યું.

“હં હં હં હં ! હવે હું એકાંતમાં છું શેલી જેવા રસિક કવિને સમુદ્રમાં સુવાનો અભિલાષ હતો તે ઈશ્વરે પુરો પાડ્યો – સરસ્વતીચંદ્રે જ તે વાત મને કહી હતી. હું રાંક અબળા હોડી ક્યાંથી લાવું ? પણ વિશ્વંભર છે તે મ્હારા સામું પણ જુવે છે.”

એ જરાક આગળ ચાલી અને પગની પ્હાનીએ પાણી અડક્યું.

“હા ! જરાક આગળ ચાલીશ કે પાણી ઢીંચણ સુધી આવશે. જરીક આગળ જઈશ કે કેડ સુધી આવશે, જરીક આગળ ખભે – ને પછી - માથા ઉપર પાણી ફરી વળશે ને દુ:ખી કુમુદ હતી ન હતી થઈ જશે ! બીચારી ચંદ્રાવળીના થોડાક ભિક્ષાન્નમાં ભાગ પડાવવાનું મ્હારે માથે બાકી હતું તે પાપ લીધું. હવે સર્વ પાપ અને સર્વ દુ:ખમાંથી મુક્ત થવાનો વારો આવ્યો. માજીના મંદિરમાં આવી ને માજી માર્ગ દેખાડે છે. આણી પાસથી તણાઈ ત્યારે બેટ સાથે અથડાઈ પણ હવે આ સમુદ્ર ભણી તો બેટ નથી જ. દિવસે તણાઈ તો બધાંયે દીઠી ને ઉગારી; પણ આ અન્ધકારમાં તો કોઈ જુવે એમ નથી જ !”

કુમુદસુન્દરી હવે પાણીની કીનારી આગળ પગ પલાળી ઉભી, કચ્છ માર્યો, કેડે ચુંદડીની ગાંઠ વાળી, અને માતાના મન્દિર ભણી પાછું મુખ