પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩


સરસ્વ૦– એક સ્થાન જોયે તેના જેવાં બીજાં અનેક જોયાનું વળે એવાં નમુનાનાં સ્થાન દેખાડો.

મ્હેતાજી– સાંજ સુધીમાં તેટલું થઈ શકે.

વિહાર૦– એવાં સ્થાન તમે કીયાં કીયાં ગણો છો ?

મ્હેતાજી૦- નદી અને મહાસાગર ઉપરનાં સર્વ દેવાલયોની પ્રદક્ષિણા કરી લ્યો અને માર્ગમાં મુખ્ય દેવાલય આવે તેનાં ગર્ભાગાર સુધી જોઈ લેવાં, રત્નાકરેશ્વરનું શિવાલય, રાધિકેશજીનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર, અને અર્હતનાથનો અપાસરો એટલાં ધામ મનુષ્યે બંધાવેલાં બરાબર જોવાં. રત્નાકર સાથે નદીનો સંગમ, બેટનાં માતાજી, ગિરિરાજની તલેટી પરનો હરિકુંડ, બુદ્ધગુફા, મહાસાગરનો આરો, પેલી પાસનું બંદર, અને મ્હોટી વાવ – એટલાં સ્થાન પાસે સૃષ્ટિની સુંદરતા જોવાની છે.

સરસ્વતી૦– એ તો જડ સૃષ્ટિ બતાવી. પણ જોવા જેવી કંઈ ચેતનસૃષ્ટિ પણ હશે.

મ્હેતાજી- હાજી, જોવા જેવી જીવતી સૃષ્ટિમાં મુખ્ય વસ્તુ હું પોતે, બીજા અમારા ગોર અને ભટ, અને ત્રીજી ચોથી ચીજો અમ સંસારીઓને માટે છે, આ ભેખને માટે નથી.

“તમારાં દર્શન તો થયાં. હવે પાંચ છ દિવસનાં વર્તમાનપત્ર લેઈ સાથે કોઈને મોકલો તો અવકાશ મળ્યે વાંચીશું; બાકીનો સમય તમે અને વિહારપુરી લેઈ જાવ ત્યાં ગાળીશું.” સરસ્વતીચંદ્ર કંઈક સ્મિત કરી બેાલ્યો.

રાધે૦- બધાં સ્થાનોમાં જવાને ઠેકાણે એકલા રાધિકેશજીના મન્દિરમાં જઈયે, કારણ ત્યાં આજ ઠાકોરજીની પ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હશે.

તે પ્રમાણે ઠર્યું. માર્ગે ચાલતાં ચાલતાં મ્હેતાજીએ પુછયું.

“નવીનચંદ્રજી, તમને વર્તમાનપત્રની રસિકતા કયાંથી પ્રાપ્ત થઈ? એ તો અમારી નવી વિદ્યાની સૃષ્ટિ છે.”

સરસ્વતી૦– નવી વિદ્યાનો મને પણ કંઈક અનુભવ છે, ક્‌હો, રાજકીય વગેરે બીજા વર્તમાન શું છે ?

મ્હેતાજી– રાજકીય સમાચાર ત્રણ જાતના. આ સંસ્થાનના તમે જાણ્યા. કુમુદસુંદરી ગયાં. સામંતસિંહ ગયા. ને રાણો ખાચર રત્નનગરીમાં છે. મ્હોટા રાજ્યના સમાચાર તો જોઈએ તેટલા. કંઈક મ્યુનીસીપાલિટી ખરાબ તો કંઈક ઈંગ્રેજી અમલદાર ખરાબ. કંઈક ઇંગ્રેજી ધોરણ ખોટું