પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪


ચન્દ્રા૦-“તો તેમાં હાનિ કંઈ નથી, આ અવતારમાં યોગભ્રષ્ટ થયલો મહાત્મા આવતા અવતારમાં બાકીનો લાભ મેળવશે. અર્જુનને પણ આવી જ શંકા થઈ હતી અને કૃષ્ણ પરમાત્માએ એનું સમાધાન કરેલું હતું તે તમને વિદિત હશે.

"અર્જુને કહ્યું કે–

[૧]अयति: श्रध्धयोपेतो योगाच्चलितमानसः
Χ          Χ        Χ        Χ        Χ        Χ
कच्चिन्नोभयविभ्रष्टच्छिन्नाभ्रमिव नश्यति ।

“ત્યારે તેને ઉત્તર મળ્યા કે

"[૨]पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्काश्चिदुर्गति तात गच्छति ॥
प्राप्य पूण्यकृतांल्लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥
अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एअतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धो कुरुनन्दन ॥
पूर्वाभ्यासेन तेनैव हियते ह्यवशोहि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥
प्रयत्नाद्यतमनस्तु योगी संशुद्धकिल्विषः ।
अनेकजन्मसंसिद्धस्ततो यति परां गतिम् ॥

  1. ૧. શ્રદ્ધાવાન પણ અયતિનું મન યોગથી ચળે ત્યારે ઉભયમાંથી ભ્રષ્ટ થયલોપુરૂષ છિન્ન થયેલું વાદળું ન આકાશનું ને ન પૃથ્વીનુ થાય તેમ થઈ, શું તે નાશપામતા નથી ? ( ગીતા )
  2. ર. હે અર્જુન ! આ લોકમાં કે પરલોકમાં તેનો નાશતો થતો જ નથી, બાપુ ! ક૯યાણ કરનાર કોઇ પણ દુર્ગતિને પામતો નથી જ,તેવો યોગભ્રષ્ટ જીવ પુણ્યકૃત્ લોકને પામે છે, અસંખ્ય વર્ષો સુધી ત્યાં ર્‌હેછે, અને શુચિ શ્રીમાન જનના ઘરમાં જન્મે છે અથવા તો ધીમા ન્ યોગીનાજ કુળમાં જન્મે છે આવા જન્મ લોકમાં અધિક દુર્લભ છે. હે અર્જુન !આ નવા જન્મમાં પૂર્વ દેહના જ પેલા બુદ્ધિસંયોગને એ પામે છે અને તેપછી સંસિદ્ધ થવાને ઘણો યત્ન કરે છે એ તો એ પૂર્વાભ્યાસને લીધે જઆમ એ અવશ થઈ ખેંચાય છે. યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મ જે વેદતેથી તે આગળ જાય છે, પ્રયત્નવડે યતમાન યોગી અજ્ઞાન પ્રતિબંધમાંથીમુક્ત થઈ, અનેક જન્મમાં સંસિદ્ધ થઈ, અંતે પરા ગતિને પામે છે. (ગીતા)