પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૦
To such my errand is; and, but for such,
I would not soil these pure ambrosial weeds
With the rank vapours of this sin-worm mould.
Milton's Comus.

બે જણ થોડી વાર નીચું જોઈ થોડી વાર એક બીજાનાં સામું એક ટશે જોઈ, બેસી રહ્યાં. ફલાહારનું પાંદડું ખાલી થઈ ક્યારનું વચ્ચે પડી રહ્યું હતું તેને એક પવનને ઝપાટે આવામાં ઉરાડી દીધું, અને ઉડીને સરસ્વતીચંદ્રના ખેાળામાં, જ્યાં પ્રથમ કુમુદ સુતી હતી ત્યાં, પડ્યું. કુમુદનું લક્ષ્ય એણીપાસ પ્રથમ ખેંચાયું ને એણે એ પાંદડું લઈ લીધું ને ઉઠીને બ્હાર નાંખી દીધું. પાંદડું લેતાં લેતાં થએલા અજ્ઞાત સ્પર્શના મન્મથ ચમત્કારને બળે બ્હાર નાંખવા જતી જતી અને નાંખતી નાંખતી પણ તે કંઈક પરવશ થતી હતી, અને પાણીનો હેલારો એક પાસનો થાય ને પવનને ઝપાટો સામી પાસનો આવે ત્યારે કમળની નાળ એક પાસ ખેંચાય ને તેનું પત્રસંપુટ અવળું વળી જાય તેમ તે નાળ જેવું શરીર રવેશ ભણી ખેંચાયું અને મુખકમળ પાછું વળતું હતું. સરસ્વતીચંદ્ર પણ બેઠો બેઠો તે જ જોયાં કરતો હતો અને સમુદ્રની ભરતીની સાથે માછલાં તણાય તેમ એના તનમનના વેગ સાથે એની આંખો પણ આમ આગળ ધક્‌કેલાતી હતી, છતાં એ ઉઠ્યો નહી અને કુમુદ પણું આવીને પ્રથમને સ્થાને પાછી બેઠી. બેસતાં બેસતાં આકાશને ને ચંદ્રને જોઈ રહી ક્‌હેવા લાગી.

“અર્ધ રાત્રિ વીતી ગઈ. આપ હવે કંઈ નિદ્રા લેશો ?”

”હા.”

“કીયું સ્થાન આપને ઇષ્ટ થશે ?”

“જે તમને ઇષ્ટ હશે તે જ મને ઈષ્ટ થશે.”

કુમુદ વિચારમાં પડી જોઈ રહી. “આ વાક્ય દ્વિઅર્થી નથી ? એનો અર્થ કેવો લેવો ?” મનમાં શંકા થઈ ને મને જ તેનું સમાધાન કરી ઉત્તર દેવડાવ્યો. “ પ્રિયચંદ્ર ! મ્હારે માટે જે ઇષ્ટ હોય તે જ આપને માટે ઇષ્ટ હોવાનો સંદેહ છે ત્યાં સુધી આપને માટે મને આપના વાળી ગુફા ઇષ્ટ છે ત્યાં આપ પધારો, અને હું મ્હારે માટે આ જ સ્થાન ઇષ્ટ ગણું છું આપ હવે પધારો.”