પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૪


“રાફડાઓને તોડી પાડવા ઇચ્છનારાં મનુષ્ય ! આવી આવી સાત્વિક છાયાની રત્નમૂર્તિઓ નાગલોકના મણિપ્રકાશથી અમારા હૃદયમાં ભરેલી છે ને રાફડાઓને કે અમને તોડી પાડતાં તે પણ ચગદાઈ ચંપાઈ જશે ! માટે જે કરો તે વિચારજો ! આવી મૂર્તિઓ તમે જાતે ઉભી કરો તે પછી જ અમારો ધ્વંસ ધારજો ! રાફડાઓ છે તો અમે છીયે ને એમનો નાશ કરવામાં પણ સાત્વિક દૃષ્ટિ નહીં રાખો તો હાથે ખેાયેલાં રત્ન તમે ફરી પામવાના નથી ને નાગલોકની શકિત તમારામાં આવવાની નથી !” આ સ્વર બંધ થયો ત્યાં રાફડાઓ ખડખડ હસી પડતા હોય તેવો નાદ થયો ને તેની સાથે તેમાંથી રેતી ને પથરો ઉછળવા લાગ્યા ને અંતે સ્વર થયો કે–

“રત્નનલિકાઓ! તમે સ્ત્રીજાતિ છો તેથી આ મિથ્યા ભયથી કંપો છો ! તમને ને અમને તોડનારાની શકિત જોવી હોય તો જુવો આ કાણા કૃમિલોકની દશા ! ”

આ સ્વર પણ બંધ પડ્યો ને તેની સાથે અનેક મનુષ્યો લોહના કુહાડા લેઈ રાફડાઓ ઉપર તીવ્ર પ્રહાર કરતાં જણાયાં. પણ જ્યાં તેઓ કુહાડાથી ખાડો પાડે ત્યાં તેની સાથે ચારપાસથી માટી ધસી પડતી હતી, એ માટી ખાડામાં પુરાઈ જતી હતી, અને ખોદનાર મૂર્તિઓ પણ એ માટીમાં ખસી પડી કળી જતી હતી અને માટી બ્હાર તો માત્ર કોઈક કુહાડાની ધાર તો કોઈક કુહાડાનો હાથો, કોઈક મનુષ્યના વાળ તે કોઈના હાથ ને કોઈના પગ, એવો હૃદયવેધક દેખાવ દેખાતો હતો. આ જન્તુઓની પાછળ આકાશવાણી થતી હતી–

“Martyrs of Truth, Righteousness, and Purity ! It is resultless and needlessly dangerous to delve these hollow crumbling all-absorbing hillocks. Follow rather the lights that have created them ; and the hands, that have evolved them by some stern decree of fate, will help you right loyally in transforming them into such purer, sounder, and beneficent shapes as all will hail. Bring but the rich chemicals that will melt and not destroy these sandy piles. Bring but the patience, the