પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૩

liberal assistance and encouragement;but they have also, with genuine veneration, allowed to them all the sphere and privileges of self-government and all the protection against any trespasses by a depraved outside world, which a microscopic but nobly planned indigenous republic might have the rare luck of desiring and enjoying in the midst of the semi-barbarous age surging outside their castle-walls. The British Government has therefore wisely, not only confirmed, but even guaranteed the independence and integrity of this body of holy men, lest a change of views among the rulers of the State should ever tempt any future incumbents of the gadi to contaminate or crush so noble and well-deserving an institution.”- Extract from the Correspondence of the British Representative to H. H. the Maharaja of Nagaraja.”



પ્રકરણ ૪૮.
બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.
Some force whole regions, in despite
Of geography, to change their site:
Make former times shake hands with latter,
And that which was before, come after.
Butler’s Hudibras.

ચાર તમ્બુઓમાંથી એક સ્ત્રીવર્ગને માટે હતેા; બીજો માનચતુરને માટે હતો, ત્રીજામાં સાધુ આદિના સત્કારને માટે યોજના હતી; અને ચોથો રાજ્યનાં માણસો અથવા પુરુષવર્ગના અતિથિયોને માટે હતો અને એમાં ચન્દ્રકાંતને રાખવા કલ્પના હતી. મોહની ગઈ તેની સાથે સુન્દર અને કુસુમને સાથે લેઈ ગુણસુન્દરી પોતાના તમ્બુમાં ધીમે પગલે ગઈ અને એને પગલે વૃદ્ધ માનચતુર આવ્યો ને પુછવા લાગ્યો.