પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
સાઠીનૂં વાઙ્ગમય.

(લક્ષ્મણ) આ જુઓ જનસ્થાન મધ્યે આવેલો પ્રસ્ત્રવણ પર્વત. તેમાંથી ગુફા ગવ્હરોને ગજાવી મૂકતી ભગવતી ગોદાવરી વહે છે, જેના ઉભય તટે ખીચોખીચ ઉગેલી ઝાડીની લીલીછમ ઘટા ગીચ બાઝી છે. એ પર્વત ઝરમર ઝરમર વરસ્યા કરતા મેઘને લીધે જુઓ બેવડો શ્યામ સોહે છે.

( રામ )
( માલિની )

ઠઠવઠ કરતો'તો વત્સ સૌમિત્રિ, તેણે
સુખથી દિન જતા ત્યાં આપણા સાંભરે ને !
વિમળજળની આવે યાદ ગોદાવરી કે ?
તટપર ફરતાં ત્યાં આપણે; છે ઉરે તે ?

વળી અહિં,

સજડ ભુજ અકેકે–સોડમાંહિ ભરાઈ
મુખથી મુખ અડાડી–સ્નેહ શું અંક લેઈ
ગુપચુપ ગગણંતાં અક્રમે આપણી તે
રજનિ જ રજની શી વીતતી સાંભરે કે ?

"ચિત્રદર્શન–સમાલોચક–૧૯૦૯."

મહાન કવિશ્રી કાલિદાસ અને ભવભૂતિની વાણીનો પ્રસાદ જેમ સંસ્કૃતમાંથી ગુર્જરીમાં ઉતર્યો છે તેમ જ બીજી ભાષાઓમાંથી પણ આ સાઠીમાં ગ્રંથો આપણી ભાષામાં આવ્યા છે. વાર્ત્તિકકાર તરીકે અને બુદ્ધિના પરિપાકને માટે પ્રખ્યાત ગુર્જર સાક્ષર સ્વ. નવલરામે એક ઘણું સુંદર હાસ્યરસ ભરેલું નાટક પ્રસિદ્ધ કર્યું હતું. આ નાટક તે તેમનું 'ભટનું ભોપાળું' છે. એ ગ્રંથ મૂળ ફ્રેંચ ભાષામાં મો. મોલિયરે સામાન્ય વર્ગના લોકના વિનોદ અને સુધારાને માટે લખ્યો હતો. એનું ઇંગ્રેજી ભાષામાં સમર્થ ગ્રંથકાર ફીલ્ડિંગે પોતાની નાની ઉમ્મરમાં ભાષાન્તરકર્યું હતું. ફ્રાન્સ અને ઇંગ્લંડ બન્ને જગાએ આ પુસ્તકના લેખક અને અનુવાદકે બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી:ફીલ્ડિંગના આ સન ૧૭૩૨માં કરેલા ઇંગ્રેજી અનુવાદ ઉપરથી સન ૧૮૬૭ સ્વ. નવલરામે આ રૂપાન્તર કર્યું છે. અસલ ગ્રંથનાં યુરોપિયન સ્ત્રી