પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
76
સત્યની શોધમાં
 

ઢોલિયા પર લેટ્યો, કહ્યું : “મારી સાથે તને પૂરવામાં તો દોસ્ત, એ ખૂંટડાઓએ મને ન્યાલ કરી નાખ્યો.”

“તમે કોણ છો ?”

“હું – હું શાહુકાર છું – ચીનનો.”

“એટલે ?”

“એટલે ? ઓય ગીગલો! સમજ્યો નહીં ? હું છું તિજોરીઓ તોડનાર મોટો ઉઠાઉગીર.”

શામળ ચકિત થઈને આ મનુષ્યની મુખમુદ્રા વાંચવા લાગ્યો. ઊંચો, સૂકલ દેહ; ફિક્કો ચહેરો; દાઝ્યો પડેલી અશાંત આંખો; બહારપડતું નાક; લાંબી ડોક; જાણે કે કોઈ ચોંકેલું સારસ પક્ષી.

“મારાથી ગભરાય છે ? ના દોસ્ત, ચમક નહીં, હું કાંઈ કાયમનો ઉઠાઉગીર નહોતો.”

“ત્યારે ? તમે કોણ હતા ?”

“બડો કસબી ને ઈલમી હતો, ભાઈ !”

“ઇલમી !” શામળે હસવું ખાળ્યું.

“હા, હા, મશ્કરી નથી. આ લખમીનંદન શેઠના કારખાનામાં કાચ ફુલાવવાના સંચા છે એ તેં જોયા છે ?”

“ના.”

“એ માંહેલા ત્રણ સંચા મેં મારા ઈલમથી જ શોધી કાઢ્યા’તા. એ ત્રણેય સંચા સાલા લખમીનંદન ડોસાએ મારી કનેથી ધૂતીને લઈ લીધા. બાપના સમ !”

“ધૂતી લીધા ?” શામળ આભો બન્યો. લક્ષ્મીનંદન સરીખો ભાગ્યશાળી અને સમર્થ લોક-અગ્રેસર કોઈનો ઈલમ ધૂતી લ્યે, એ વાત શામળના ભેજામાં જ ન ઊતરી.

“હા, હા, ધરાર ધૂતી લીધા. ગરીબ કચ્છી લુવાર. રોટલી સારુ અહીં શહેર વેઠવા આવ્યો. અહીં મારું ભિખારીનું કહ્યું કોણ માને કે મારો શોધેલ સંચો આ કરોડપતિ ધૂતી લ્યે છે ? પણ એણે કોને