પૃષ્ઠ:Savita-Sundari.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫

પ્રથમ પાંચ દશ રૂપિયાનો ખર્ચ પણ થઇ ચુકયો હતો. પોતાના કુળ સમાન માત્ર આજ વરરાજા છે એમ જણાવાથી વિગ્રહાનંદ ઘણા સંતોષ પામ્યા હતા. વિશ્વસંતોષીરામે આટલી ઉમરમાં અગિયાર કન્યા સાથે લગ્ન કીધા હતા, અર્થાત્ તે સર્વેનું કુમારીકાનું કલંક કાઢ્યું છે, બાકી કોઇને પણ એક દિવસ સુખ આપ્યું નથી. તેમના ઘરમાં તો હાંલ્લેહાલ્લાં લડે, ને ભિક્ષાથી કંઇ આવે તેપરજ ગુજારો કરે તેમ હતું, પણ તોર તો નવલખીનો હતો. તેઓ જો હમણા સુંદરીને પરણે તો બારમી કન્યાનો એાધ્ધાર થાય તેમ હતું !

જ્યારે વિઘ્નસંતોષીરામ સાથે વિવાહની વાત કરવામાં આવી, ત્યારે પ્રથમ તો તેઓ છાપરે ચઢીને બેઠા. પછી વાત પહેરામણીપર આવી. અને તે સાથે આ પણ જણાવ્યું કે તમારી દિકરીના ભરણપોષણનો બંદોબસ્ત તમારેજ કરવો પડશે. વિગ્રહાનંદે કહ્યું, “તમારી ઇચ્છાની બહાર હું નથી, તમો ખરેખર કુલીન છો, ને તમારા જેવા જમાઇ મને ત્રિભુવનમાંથી પણ