ચાથી આવૃત્તિના પુનર્મુદ્રણની પ્રસ્તાવના ‘ શકિત હૃદય ’ એ ગુજરાતનું લોકપ્રિય નાટક. હમણાં જ ઉત્તર ગુજરાત અને આફ્રિકામાંથી પણ ભજવવા માટેની પરવાનગી માગતા આવેલા પત્રા ઉપરથી લાગે છે કે એની લેાકપ્રિયતા ઓછી થઈ નથી. આટલા ટ્રંક સમયમાં પુનર્મુદ્રણ પામે છે તેથી આનંદ જ થાય. એના પ્રથમ પ્રયોગ વખતે ભાગ લેનાર તરીકે તે સમયના વાતાવરણનું ચિત્ર ફરી તાજી કરવાની આ પ્રસ્તાવના મેાકા આપે છે એ જ ખુશાલીની વાત. મહાવીર કુટીર, સહાયા રોડ ભાગલપુર તા. ૧૦-૧૨-૫૬ અક્ષયકુમાર ર. દેસાઈ ચોથી આવૃત્તિની પ્રસ્તાવના ‘ શકિત હૃદય 'ની ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે તે પ્રસંગે મારે કાંઈ વિશેષ કહેવાપં ન જ હાય. જનતાનાં નાટકો ભજવવાના શેખ સારા પ્રમાણમાં વધતા જાય છે. પહેલી અને ચોથી આવૃત્તિ વચ્ચેના પચીશ વર્ષના ગાળામાં ભારત અને તેની સાથે જ જીવતા ગુજરાતે ભવ્ય પરિષત ના જોયાં અને અનુભવ્યાં. એમાંનુ એક પરિવર્તન એ કહી શકાય કે ધધાથી નાટક મંડળીઓ લુપ્ત થતી જાય છે, પરંતુ રોાખીન-કલારસિકવર્ગોમાં નાટકો ભજવવાનો ઉત્સાહ બહુ જ વધતો જાય છે,
પૃષ્ઠ:Shankit Hriday.pdf/૫
Appearance