પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
શિવાજીની સુરતની લૂટ


સામાન્ય રીતે આ પ્રમાણે ઘણે ઠેકાણે ભૂલ થતી આવી છે, હિંદુ સિપાહો લડવામાં જેવા બહાદુર હોય છે, તેવી બીજી પ્રજા હજી સુધી થઈ નથી. ભય આવે તેને ધૂતકારી કાઢવામાં ને શત્રુ સામા ઉમંગથી જવામાં તેઓ મોટાઈ માને છે. યુદ્ધોમાં કદીપણ રજપૂત યોદ્ધો પીઠ બતાવતો નથી, મોતનો ખ્યાલ તેના મનમાં રહેતો નથી ને રણક્ષેત્રમાં મરવું એમાં જ ખરી મોટાઈ માને છે. રણમાં મરે તેને માટે ઈંદ્રની અપ્સરા વરમાળા પહેરાવવા તત્પર થઈ રહે છે એવો ધર્મનો બોધ છે. ગીતામાં કહ્યું છે કે स्वर्गद्वारमपावृतम् યુદ્ધ એ સ્વર્ગમાં જવા માટેનાં ઉઘાડાં દ્વાર છે.

ભરતખંડમાં જેટલાં યુદ્ધો થયાં છે તે સર્વમાં કોઈ કાળે કોઈએ પીઠ બતાવી હોય તેવા દાખલે નથી. કેસરિયાં કર્યા જવાં ને કીર્તિ મેળવવી એમાં જ પોતાનો ધર્મ આર્ય વીરો માને છે, એમાં જ સર્વનું કલ્યાણ છે, એમાં જ પ્રિયા પ્રિયનું પ્રેમદર્શન અચલિત રહે છે – એ આર્ય યોદ્ધાનાં સમરાંગણનાં વચનો છે. રણક્ષેત્રમાંથી પાછા ફરનારનું મોઢું તેની પ્રિયા પણ જુએ નહિ, તો બીજાની શી વાત ?

પણ સૌથી મોટી ખોડ એ છે કે, દરેક કામમાં આળસાઈ; તુચ્છ મોટાઈ ને વહેમીલાપણું ડગલે ડગલે હોય છે, શત્રુ ચઢીને શહેરના કોટ લગી આવ્યો હોય તો પણ આળસાઈ ને વહેમીલાપણામાંથી બહાર નીકળે નહિ. તે ઘડી શકુન જોવા બેસે ! માથાપર તરવાર ફરે ત્યારે જોસીડાંને પૂછે. અસાવધતા, રણક્ષેત્રમાં ઘણીવાર જોવામાં આવે છે. “ભેદ”ની યુક્તિ રમવામાં તે પછાત પડે છે તેથી ઘણું કરીને સઘળી વેળાએ રજપૂત કે મરાઠા કે શિખ સૌને માર ખાઈને પાછા હઠવું પડેલું કે મરવું પડેલું છે.

શિવાજીના યોદ્ધા ઘણા તીવ્ર શક્તિના હતા.પણ આજે નીરાંત રાખનારા થઈ પડ્યા હતા. તેમનાં હથિયારનું ઠેકાણું નહોતું, તેઓ લોથપોથ થઈને પડ્યા હતા. કોઈ ક્યાં ને કોઈ ક્યાં, એમ સધળું અવ્યવસ્થિત હતું, તે