પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
મહારાજ શિવાજીની મોટી કચેરી

સાથે વાતચીત કરી હમણાં તું નકામી ખટપટ ઉભી કરે છે? નથી ખબર કે કેટલા રોકાણમાં પડીને કામ કરવાનું છે તે ? વખત વિચારવો અને કામ કરવું તે તમો જાણતા નથી. મહારાજ કેટલા વિચારમાં પડ્યા છે ને હવે કેમ રક્ષણ કરવું તેના ઘોટાળામાં પડ્યા છે ત્યારે તમે માંહોમાંહે લડવા તૈયાર થાઓ છો ! પરમેશ્વર પાસેથી રસ્તો માગ કે આમાંથી બચાવે !” આ પ્રમાણે પ્રથમ દફેદારને દમ ભીડાવ્યા પછી પૂછ્યું:-“શી તકરાર છે ?”

“મહારાજ, કંઈ નથી. આ કાફર મહારાજ હજુર કંઈ ભેટ આપવા આવે છે. તે ઘણીક રીતે મહારાજને અપમાનવાચક શબ્દથી હીણતો બોલે છે, તે આ સીનામાં કેમ ખમાય ?” પોતાનો જય થયો હોય ને જાદોરાવ ઉપર કંઈ અસર થઈ હોય તેમ પાછો ગર્વથી ફુલાઈને તે બેાલ્યોઃ-“મહારાજનો જય થાઓ, પણ આ કાફરને અબઘડી કાપી નાંખ્યા વગર મને જંપ વળવાને નથી,” પાછું મેાં પહેલવાન તરફ ફેરવી કહ્યું કે-“કમબખ્ત ! તારા ખુદાને યાદ કર. હવે આ ઘાથી તું તારાં બચ્ચાં કચ્ચાંને મળવા પામવાનો નથી.” - એમ બોલતાં તરવાર ઉંચકાય નહિ તો પણ ઉંચકી.

“સંભાલ ! હરામજાદીના ! આજે બચ્યો તો તારું નસીબ, પણ એક ઘા ખાલી જનાર નથી !” આમ કહી પહેલવાને જેવી તલવાર મારવાને પટો કીધો કે વચ્ચે જાદોજીએ ઢાલ ધરીને તેપર ઘા ઝીલ્યો, નહિ તો દફેદાર પોતાના પૂર્વજ સમીપ પહોંચ્યો હોત.

“તૂ એક બારબરચા ! મગર અબ બચનેવાલા નહિ. ઔર તુઝે કોઈ બચાનેવાલાબી નહીં રહેગા !” અાંખમાં ખૂન વરસાવી સૂરતી સરદારે પાછી તરવાર ઉચકી.

“ખામોશ ! પહેલવાન ખામોશ ! તેરે લાયક એ ખૂરાક નહીં. શેરકો લડના શેરકે સાથહી હોતા હય, ભેડિયે કે સાથ નહીં.” પહેલવાનની યુક્તિ પ્રયુક્તિ ને તેની સમશેરબાજી જોઈને ચકિત થઈ,