પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહ આત્મારામ ભૂખણ તે કોણ?

પોતાથી પહોંચી વળાશે નહિ, એ ભયે તે આગળ પડતાં અટકયો. એમ કહેવાય છે કે આત્મારામના એક દીકરા દુર્લભદાસને કેટલીક લાંચ ફ્રેન્ચોએ આપી ને અંગ્રેજ તરફથી ખસીને પોતા તરફ લેવાને ઘણું કર્યું, અને ઇ. સ. ૧૬૪૯ માં અંગ્રેજોની આંટ જતી હતી, ત્યારે તેમને નાણાં ન ધીરવાને સમજાવ્યા છતાં, વગર વ્યાજે એક માસ સુધી એક લાખની રકમ આત્મારામ ભૂખણની પેઢીએ કંપનીને ધીરી હતી, એમ દંતકથા છે. અંગ્રેજની કોઠીપર તો લોકો તગાદો કરતા બેઠા હતા અને જો એક દિવસ નાણાં મોડાં મળ્યાં હોત તો, અંગ્રેજોની કોઠીની રેવડી દાણાદાણ થાત અને આજે તેઓ કોણ જાણે કયાં અટવાઈ ગયા હોત.

આ ધીરધારથી અંગ્રેજોમાં એ પેઢીનું માન વધ્યું અને તે વખતના કોઠીના ઉપરી કર્નલ સિમસને વિલાયત લખી વાળ્યું; જેથી કંપનીના ડીરેક્ટરોએ એ પેઢીને માટે બે સુનાના પોપટ બક્ષિસ મોકલાવ્યા, અને ઉપકારનો પત્ર લખ્યો.

આત્મારામનો કાળ ઈ. સ. ૧૬૫૬માં થયો. તે પેઢી૫ર, વંશમાં જે વડો હતો તે બેઠો. તેની રીતભાત જોઈએ તેવી રૂડી ન હતી. તેણે પોતાના ખાનદાનની આબરુની દરકાર ઘણી થોડી રાખવા માંડી અને સુરતના હાકેમનો ગુસ્સો કંઈક કારણસર પોતા ઉપર ખેંચી લીધો. હાકેમે ગુસ્સામાં એકદમ તેને પકડી લાવવાનો હુકમ કીધો. સાયંકાળના છ કલાકનો અમલ હશે, તેટલામાં નવાબના કેટલાક માણસો તેના ઘરની આસપાસ ફરી વળ્યા. ગમે તેવો હોશિયાર છતાં જાતે વાણિયાભાઈ, તેથી બીકણ બિલાડી માફક છાપરે છાપરે કુદીને એક પાડોશીના ઘરમાં જઈને સંતાઈ બેઠો. બૈરાં છોકરાંઓ ઘરમાં તો એટલાં ગભરાયાં કે કોઇથી બોલાય સરખું નહિ, પણ દુર્લભદાસની ધણિયાણી જાતે સીફાબહાદુર હતી, તેણે બારણે આવીને બૂમ મારતા બાંડિયા તુર્કમીરઝાંઓને અટકાવ્યા. પૂછ્યું કે “છે શું?” એકાદ મિયાં સાહેબે એલફેલ બોલી પોતાની જાત જણાવી, પણ જમાદાર સમજુક હતો, તેણે સૌને