પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
શિવાજીની સુરતની લૂટ

રીતે મ્યાનમાંથી તલવાર કહાડીને બેઠા છો તે રીતિ જો કે આ કચેરીમાં અપમાન પહોંચાડનારી છે, ને મહારાજને તેથી દુઃખ પેદા થાય તેમ છે, તો પણ હજરત, ખૂબ યાદ રાખો કે, આપની જિંદગી આપના નગરમાં જેટલી સલામત છે તે કરતાં અહિયાં એાછી નથી. આપે બેધડક જે કંઈ કહેવું હોય તે કહેવું. આપને કંઈ હરકત હોય તો તે પણ જણાવશો, અમીર સાહેબ.”

“હરકત કુછભી નહીં. જિસ બાઈસસે મેરા યહાં આના હુવા હય, વો સબબ જાહિર કરનેસે મયઁ કભી ડરનેવાલા નહીં.” પહેલવાને કહ્યું.

“તો આપ, આપકી જો હકીકત હૈ વો જિગર ખેાલકે કહિયે.” શિવાજીએ ખુરશી પર ટટાર બેસીને કહ્યું.

સૌ તે સાંભળવા તૈયાર થયા, ને ત્યાં ક્ષણભર શાંતિ પથરાઈ ગઈ.

“મયઁ કૌન હું, ક્યા હું ઔર કયા દરજજા રખતા હું ઇન સારી બાતોંસે આપ વાકિફ હુવા ચાહતે હયઁ; મગર ઇન બાતોં કે જાનનેસે આપકો કોઈ ખાસ ફાયદા હોનેવાલા નહીં. અપની પહચાનકે બારેમેં મયઁ સિર્ફ ઈત્નાહી કહ સકતા હું કે, ગિયાસુદ્દીન રુમીસે મેરા દરજા જિયાદા હય, ઔર મુઝે લોગ પહલવાન કે નામસે પહચાનતે હયઁ. ઇસસે જિયાદા તાક્યામત આપકો કુછભી માલૂમ ન હોગા. આપને હમારે શહરકો લૂટ લેનેકી ધૂમ મચાઈ ઘરોંકો આગ લગાઈ ઓર બે ગુનાહ રેયાયાકી ગર્દનપર નાતરસ કાતિલ જલ્લાદકી તરહ ફૌલાદકી છુરી ચલાઈ ! અરે ઓ નાસજાઈ ! ઇન્ સબ જુલ્માતોંકા સબબ ક્યાથા ? ક્યા અયસી શયતાનીયત કરનેવાલે હી આલમપનાહ બાદશાહકે નામસે પયચાને જાનેકે સજાવાર હયઁ ? અય મહારાજ, સિર્ફ મેરે ઇસ સવાલકા જવાબ દીજિયે ઔર બાદ મેરે આનેકા સબબ સુન લીજિયે.” પહેલવાને કહ્યું.

“તુમ ગયરમજહબ કે લોગ હમારી સરજમીનમેં - હમારે મુલ્કમેં કિસ સબબસે આયે થે, ઇસ સવાલકા જવાબ આપકે પાસ હય ?” તાનાજીએ સવાલનો જવાબ સવાલથી જ આપ્યો.