પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
શિવાજીની સુરતની લૂટ


“જવાબ તો આલી જનાબકે મુંહસે વો આયા કે, જિસ્ને દુનિયાકે સબ જવાબોંકો શરમાયા.” પહેલવાને કરડાકીમાં જવાબ આપ્યો. “અબ આપ હમ મુસલ્માનોંકો સરજમીને હિન્દસે નિકાલ દેતે હયઁ યા હમ આ૫ કાફિરોં કો યહાંસે હકાલ દેતે હયઁ, યે તો જબ વક્ત આયગા તબ દેખા , જાયગાઃ-

'બકવાસ યે ફુજ઼ૂલ હય કરના જ઼બાનસે;
બેહતર હય કર દિખાના ઇસ ખાલી બયાનસે.'

–જબ પહલા વાર આપને કિયા હય, તો હમભી મયદાને જંગમે કુછ અપના હાથ દિખાયેઁગે. તુમ્હારે તાનાજીકો મેરે સામ્હને લડનેકે લિયે ભેજિયે. અગર વો ફતાયાબ હોગા, તો હમારે નવ્વાબ ફકીર બનકર રિયાસતકેા છોડ ચલે જાયેંગે, મગર ફતાહ મેરી હુઈ, તો આપ કયા મેહરબાની ફરમાયેઁગે ?”

“અબસ બકવાસ ન કીજિયે - સિર્ફ ગુસ્સેસેહી નહીં, કુછ અકલસેભી કામ લીજિયે.” તાનાજીએ તાનો માર્યો. “હમ લડનેકલિયે તૈયાર હયઁ. એક અકેલા સિપાહી દૂસરેકી હદમેં કુછભી નહીં કર સકતા. આપ બેચયન ન હૂજિયે - મયઁ ઔર આપ દોનોં મૌતસે ડરનેવાલે નહીં – ચલિયે મયદાનમેં મયઁ ઔર આપ તલવારબાજી કરેંગે ઔર યે સબ લોગ હમારી હારજીતકા ફયસલા કરેંગે.”

તાનાજીએ તરત મ્યાનમાંથી પોતાની તલવાર બહાર ખેંચી કાઢી અને આગળ વધી પહેલવાનને સલામ કરી હાથપર ચુંબન કરી તેને મુબારકબાદી આપી. બને જણ ચાલવાને તૈયાર થયા; પણ એટલામાં શિવાજીએ પૂછ્યું કે; “ખાં સાહેબ, આપ કોણ છો ?”

“મયઁ સૂરત શહરકા એક જબરદસ્ત પહલવાન હું ઔર સૂરત શહરમેં સિવા મેરે ફર્માનકે ઔર કિસીકા ફર્માન ચલ નહીં સકતા. આપમેં લડનેકી તાકત નહીં, ઇસીસે આપને અપને સરદારકો મયદાને જંગમેં રવાના કિયા હય, એક બેગુનાહકો શમાપર જલાનેકેલિયે