પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
લશ્કરની હાલત

નાસવાને માટે કોઈ પણ સારો રસ્તો ન હોવાથી લડ્યા વગર છૂટકો જ નથી, એમ શિવાજીને પોતાના વિચારથી માલમ પડ્યું. કોઈ પણ એવી જગા પાસે નહોતી કે જ્યાં જઈને રક્ષણ કરી શકે. પૈસા ઘણા હતા, પણ તેને શું કરડે ? કોઈપણ પૈસા લઈને અનાજ વેચનાર નહોતું અને કોઈ ઠેકાણે અનાજ મળે એવી સ્થિતિ પણ નહોતી. લશ્કરી યોધાઓને તો ખાવાને પેટપૂર જોઈયે, તેમાં આગલા દિવસનો કડાકો હતો એટલે આજે તેવો કડાકો ખેંચવા તૈયાર નહોતા. એ પ્રમાણે મરવું કે મારવું એવો એમનો વખત આવી રહ્યો હતો. લડવું ને મરવું એ વધારે સારો રસ્તો છે, એમ માનવામાં આવ્યું અને જેવી સ્થિતિ શિવાજીએ જોઈ તેવી સ્થિતિ બીજો સરદાર ભાગ્યે જોઈ શકત. આ વિચાર જેવો પહેલ વહેલો મનમાં આવ્યો કે લશ્કરના પેટમાં પૂરતી પોષણની વસ્તુ નથી તો તે કેમ લડશે, એટલાથી જ શિવાજી શિથિલ થઈ ગયો. લશ્કરમાં માણસો ઓછા થયેલા, કેટલાક સારા પાણીદાર સરદાર ગયા હતા; અને જે હતા તેમાં કામ કરવા કરતાં તડાકા મારનારા વધારે હતા. વળી ઘોડેસ્વાર લશ્કર ઘણું થોડું હતું, ને જે હતું તે ભુખાળવું હતું. ઘણો લાંબો સમય થયાં રાયગઢમાંથી સર્વ નીસર્યા હતા, એટલે ઘણા ભાગનો વિચાર એવો પણ હતો કે, જેમ બને તેમ જલદી દેશમાં એકવાર જઈ પહોંચવું. વળી વિજાપુરના હાકેમની ઈતરાજી દિનપ્રતિદિન વધતી જતી હતી, અને રાયગઢપર તે ઘણો જલદી ચઢી જશે, ને ત્યાં પોતાના લશ્કરનાં બૈરાં છોકરાં રહેતાં હતાં, તેમના રક્ષણ માટે જોઈતું લશ્કર નહોતું. એ સંધી વાતનો વિચાર કરતાં હમણાંની સ્થિતિ ઘણી બારીક જણાતી હતી. જો હારે તો દુ:ખનો ડુંગર સામે ધસી પડતો ઉભો હતો, ને જિતે તો પણ ઘણો થોડો લાભ હતો. એ પ્રમાણેની ખરાબ સ્થિતિમાં મરાઠાનું લશ્કર ઉભું રહ્યું હતું.

જે જગાએ મરાઠાનું લશ્કર હતું, તે જગા ઘણી કઢંગી અને લડવાને માટે કંઈ સારી નહોતી. તેમ ત્રણ દિવસ રહ્યા, તેટલા અરસામાં એવી