પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૭ મું
રમા ને મેાતીનો સમાગમ

મા, મોતી બેગમ હજૂર જઈને ઉભી રહી, ત્યારે આ કોણ સ્ત્રી પાછી આવી છે, એમ વિચારી બેગમ તદ્દન સ્તબ્ધ થઈ ગઈ. ધારી ધારીને જોયા પછી સરદાર સાથે ગયેલી તે જ આ મરાઠણ છે અને કંઈ માઠા સમાચાર લાવી છે એમ માની, તે તદ્દન ગમગીન થઈ ઉભી રહી. રમાના મુખમાંથી શું નીકળે છે, તે જાણવા તે બહુ આતુર થઈ ગઈ. જે જગ્યાએ આ બન્ને ઊભાં હતાં, તે જગ્યા લશ્કરથી વેગળી હતી, એટલે બીજા કોઈનું લક્ષ તે તરફ નહોતું અને મોતીનો જીવ લશ્કર, પોતાની રાજધાનીનું રક્ષણ અને પ્રીતમપરનો અથાગ પ્રેમ, એ સઘળામાં એવો તો રસબસ થઈ ગયો હતો કે, આ અચાનક પ્રસંગ ન આવ્યો હોત તો કદી પણ તે નિરાશ થાત નહિ; ને પોતાના મોઢાનું નૂર ઉતારી નાંખત નહિ. તે એક સ્ત્રીવર્ગને દીપાવે તેવી, કૃશાંગી પણ શૂરી, પાવરધી અને સૌંદર્યની પ્રતિમા હતી અને રાજકાજમાં થોડાં પણ કાવતરાં સમજતી હતી, તેથી આ વેળા આ મરાઠણને જોઇને તેણે ધાર્યું કે, મારા સરદારનો એનાથી ઘાટ ઘડાયો છે, અને તે મોંકાણના સમાચાર કહેવા એ પાછી ફરી છે.

બન્ને ઘણો વખત અબેલાં રહ્યાં. રમા ઘોડાપરથી ઉતરીને નિરાશ થઈ ગઈ હોય તેમ થાકથી લોથપોથ બની ભોંય પર બેઠી. તેના મોંમાં શ્વાસ માતો ન હોતો.બેગમનો ઠંડો સત્કાર જોઈ તે ઘણી નમ્ર થઈ ગઈ ને માથે હાથ મૂફી જાણે ખરેખરી ખેદકારક હકીકત કહેવા આવી હોય તેમ એકીટસે મોતીના સામું જોઈ રહી. આથી બેગમનો વહેમ વધતો ગયો. તે પણ એકદમ ભોંય પર બેસી ગઈ અને પોતાનો આટલો બધો આગ્રહ ને આટલો બધો યત્ન છતાં આ મહાસંકટ કેમ આવ્યું, તે સમજી શકી નહિ તેની મનોવૃત્તિ પોતાના નિકટના સંબંધીપર આવતી આપત્તિને માટે એકદમ કુદરતી રીતે જ બદલાઈ ગઈ. એ પ્રેમપાશનું આકર્ષણ,