પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
શિવાજીની સુરતની લૂટ

માત્ર મૂઠ પકડીને જ ઉભો રહ્યો ! નવાબે આ ચમત્કાર એટલી તો ઝડપથી કીધો હતો કે, સઘળાઓ જોઈ રહ્યા ને જો કે બીજા કોઈ બોલી શક્યા નહિ, ને મનમાં જ સમજીને બેસી રહ્યા હતા. તોપણ દાદાજી ને ચાર મુસલમાન પઠાણોએ શાબાશીનો ઘણો મોટો પોકાર કરી નવાબની આ ચમત્કારિક ફતેહ આકાશ સુધી પહોંચાડી દીધી, તે જાણે તેને વરવાને હુરીઓ આવે તેટલા જ માટે !

તાનાજી તદ્દન અશક્ત, દિગ્મૂઢ અને જમીનમાં ગરક થઈ ગયો, અને શિવાજી આ પોતાના જવાંમર્દની સહાયતાથી ઘણો આનંદ માની ગર્વથી ફૂલાતો હતો, તેનું મોં લેવાઈ ગયું.

“રાવ સાહેબ, હવે પાછા જાઓ ને તમારા શિવાજીને કહો કે મુસલમાન સાથે લડવાથી કદી હિંદુઓ જિત્યા નથી.” નવાબે તાનાજીને ટોણો માર્યો ને તે સઘળા હિંદુઓને ઘણો લાગ્યો, ૫ણ કરે શું ? થયું પણ તેવું જ, એટલે સૌ તો અબોલ રહ્યા, પણ અંતે પોતાની આબરુના બચાવ માટે જ તાનાજીએ નવાબને જવાબ દીધો.

“અરે બાંડિયા ! તું ગર્વથી ફૂલાઈશ નહિ ! કદી બકરાએ વાઘપર જય મેળવ્યો સાંભળ્યો છે ? ગમે તો હવે મારો હાથ જો ને પછી તારી અવસ્થા કેવી થાય છે તે તને બતાવીશ. ખબરદાર ! અહિંઅાથી પગલું પાછું ભર્યું તો.” નવાબે હસીને પોતાના સાથીઓ તરફ નજર કરાવવાને પાછા ફરીને જોયું, એટલે તેનો ઉલટો જ અર્થ લઈને તાનાજીએ કહ્યું: “ઉભો રહે, તને નાસવાથી હવે કશું પણ ફળ મળવાનું નથી, તારું આવી જ બન્યું છે ! બચ્ચાજી, તમે જશો કયાં? છાવણી મરાઠાની છે, મુસલ્લાની નથી.”

“મોં સંભાળ! બુતપરસ્ત ! કૃત્ય કરી બતાવ, મોંની ફડાકી મારવાથી શું યશ મળશે ? કદી પણ આશા રાખતો નહિ કે તને હું જવા દઇશ ને હવે તારે જવાની આશા રાખવી પણ નહિ. જોજે હવે મારો _____જેને તું છોકરો ગણે છે તે મહમ્મદના કુળનો છે ને તેની