પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
દ્વંદ્વયુદ્ધ


કીધો જેથી તે ઘોડાપરથી પડ્યો, એટલે બીજા મરાઠાએ તેની છાતીમાં ભાલો ખોસી દીધો, સલીમે યશવંતના પગપર ઘા કીધો કે તે ઘોડાથી પડ્યો, ને જફરે આવી તેનું માથું કાપી નાખ્યું ને પાછા પોતાના ખાવિંદના પક્ષપર જઈને ખડો રહ્યો. નવાબ પણ હવે ગભરાયો, ને કંઈ ઈલાજ ન જણાવાથી તુરત રમાના આપેલા ગોળાની અજમાયશ કરવાનો વખત નજીક આવેલ ધારી એક ગોળાને જમીનપર પછાડ્યો. પાસે પથ્થર હતો, તેપર ગોળો પછડાતાં મોટો ભયંકર અવાજ થયો. અવાજ થતાંની સાથે જ બન્ને સૈન્યમાં મોટો ગભરાટ મચી રહ્યો.