પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૭૦


પ્રકરણ ૨૦ મું
કટાકટી-પરાક્રમ

પાછલા પ્રકરણમાં કહી ગયા તેમ નવાબે પછાડેલા ગોળાથી ક્ષણની શાંતિમાં હતા તેમાંથી બન્ને પક્ષના લડવૈયાઓ એકદમ જાગ્યા, અને પોતાના કામ માટે તૈયાર થવા એક બીજાને મદદ કરવા લાગ્યા. બન્ને લશ્કરમાં એકદમ તૈયારી થઈ રહી. દરેક જણ પોતાના કામ માટે લાયક હતો, જે તે વેળા એક રીતે ઘણું અગત્યનું હતું, અને બેશક પોતાનો ધર્મ બજાવવામાં જોખમકારક પણ હતું. દરેક જણ પોતાના માથાપરનું સૌથી મોટું જોખમ જોઈને ભયથી ધ્રુજતો હતો, તેમ દરેક જણ પોતાને મોતના મોંમાં મૂકાયલો સમજતો હતો, ધોડેસ્વારોએ પોતાના હંમેશના સાથી ઘોડાઓની પીઠપર હાથ ફેરવ્યો, અને રણસંગ્રામના સદાના સાથી સાથે પોતાની જિંદગીની સલામતી, મરવું કે જિતવું, એ વિષનો સઘળો આધાર તેમના ઘોડાઓ પર મૂક્યો. મરેઠાએાના ઘોડા ઘણા કદાવર ને લડાઈમાં ટેવાયલા હતા, ને પૂર્વની લડાયક પ્રજાને જે રીતે ઉપયોગમાં આવી શકે તેવી રીતની સઘળી કેળવણી તેમને આપવામાં આવી હતી. દરેક ઘોડો પોતાના સ્વારની રક્ષા કરવાને માટે તૈયાર હતો, ને દરેક સ્વાર પોતાના ઘોડા માટે પ્રાણ આપવા તત્પર હતો. જાણે પોતાના કુટુંબનું મનુષ્ય હોય તેમ ઘોડાની સંભાળ લેવાતી હતી. તે ઘોડાઓપર જીન કસી, સ્વારોએ પાવડામાં પગ મૂકી ભાલાઓ હાથમાં પકડ્યા હતા. લગામ છૂટી મૂકી ને તેવી અવસ્થામાં મોંપર ચણાનો તોબરો બાંધ્યો હતો. સ્વારો પોતાના હાથમાંના ચણાપૌવા ને સાકર ફાકવા મંડ્યા. હવે ખોટી માત્ર હુકમની હતી.

નવાબની ભય ભરેલી હાલત જોઈને નવાબનું લશ્કર ચકિત, બેબાકળું ને બાવરું બન્યું હતું. તેઓ પહેલાં તો અતિશય ગભરાયા, પણ નવરોઝે તરવાર ને ભાલો હાથમાં લીધો એટલે સૌ તયાર થયા. મોખરાપર ૩૦૦ ઘોડેસ્વાર થયા-પછાડી લશકર દોરાયું. આ વેળા નવરોઝની પડોસમાં