પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
કટાકટી - પરાક્રમ


તુરતના આવેલા બે ઘણા ગંભીર પોષાકમાં બીજા નવા સરદારો ઉભા હતા. તેમણે તો કેસરિયાં જ કીધાં હતાં. ભય હતો તે દૂર નાંખ્યો હતો ને જીવને સાટે જીવ બચાવવાને તૈયાર બન્યા હતા. નવરોઝે તેમને પોતાની જમણી બાજુએ રાખ્યા.“આજના જેવો તોફાની દિવસ મેં કદી પણ જોયો નથી, ને મને આજ કરતાં વધારે ભય કદી પણ પ્રાપ્ત થયો નથી. પણ આજના મધુરામૃત જેવું પાણી કદી પણ મારી જિંદગીમાં હું પીવાનો નહિ, ને આજથી વિશેષ આનંદ મને કદી પણ થશે નહિ.” એમ નવરોઝ બડબડ્યો.

“આ તમે કુરાનની ભાષામાં બોલ્યા છો, નહિ?” પેલા બે નવા સરદારમાંનો એક બોલ્યો, “આ૫ તો ખરેખર આ નગરીના શણગાર ને રણનાં રત્ન છો.”

“ભલે, આપ મહેરબાન એમ કહો,” પેલા મુસલમાને પ્રત્યુત્તર આપ્યો, “મારી જન્મભૂમિને ખાતર ને મારા નવાબને ખાતર આજે તમારી સાથે રહી જે પરાક્રમ હું કરીશ તે ફરિશ્તાઓને પણ પસંદ પડશે. જિંદગીમાં કંઈ૫ણ રુંડું કે ભુંડું કરવું, પછી યારી આપનાર તો તે સાહેબ છે.”

“ડોસા, તમે સત્ય કહ્યું,” બીજા નવા સરદારે નીચા નમીને જવાબ દીધો, “પણ હવે વિલંબ શુ છે ? આ શત્રુઓ સમક્ષ આપણે ઘણું કરવાનું છે, ને મહાસાગરનાં મોજાં ઘણાં ઉછળે છે માટે ઘણી ઝડપથી દોડ કરવી જોઈયે, નહિ પહોંચી વળાશે તો હમ્મેશની બદનામી માથાપર ચોંટી બેસશે, ને તેમાંથી આપણો બચાવ નથી.”

“તમે બેફિકર રહો, મારા લક્ષમાંથી કશુંએ ગયું નથી.” તે વૃદ્ધ સરદારે કહ્યું, “મારા સાથી ને મિત્રોની સહાયતાથી દિવસના દશમાં ભાગમાં શત્રુને નામોશી સાથ નસાડીશ. લશ્કરની વ્યવસ્થા બરાબર છે ને આપણે પણ સઘળી રીતે દરોબસ્ત બન્યા છિયે.”

“પણ રે સાંભળો, બીજો અવાજ થયો.” એકદમ ચમકીને બીજા નવા સરદારે નવરોઝને આંગળી કરી આકાશમાં અંગારો બતાવ્યો !

નવાબને બીજી વેળા ગોળો અફાળવાની જરૂર એટલા જ માટે પડી કે, તાનાજીએ તેનાપર બીજા ચાર મરેઠાએાને મૂક્યા, કે જેઓ