પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
શિવાજીની સુરતની લૂટ

માટે તમને મોટું ઈનામ આપનાર કોઈ નથી. તમારો નવાબ તો ક્યારનેાએ મરણ પામ્યો છે અને હવે તમે ફોકટ વળખાં મારી જીવ આપવા શામાટે તત્પર થયા છો ? તમારી કીર્તિ પીછાનનાર હવે કાઈ નથી, ને જો તમે આયુષ્યને ચાહતા હો તો ભલે તમે તમારે રસ્તે જાઓ, તમારા આવવાનું ને જવાનું કશું પણ કારણ અમે જાણવાને રાજી નથી. ઇચ્છા હોય તો મારો ભોમિયો તમને સલામત છાવણી બહાર પહોંચાડશે. કશા પ્રકારની ઈજા થશે નહિ, તમે શું કહો છો સરદાર ?”

નવાબે બેાલવાનો યત્ન કીધો; પણ પોતાના ઉભરા દર્શાવવા અશકત હતો. પોતે જાતે સલામત છતાં આવું દાવપેચવાળું બોલવું સાંભળી બહુ વિમાસણમાં પડી ગયો.

“નિરુત્તર ન રહો, શૂરાઓએ હુકમને તાબે રહેવું જોઈયે, ને તાબેદારોએ પોતાના ખુદાવંદોને માન મરતબાથી જોવા જોઇયે. અમે તમારો મોટો ગુન્હો ૫ણ માફ કરિયે છિયે, કેમકે તમે બહુ ઉદાર દિલના પરાક્રમી સરદાર છો.”

શિવાજીએ પોતાની તીક્ષ્ણ આંખ આ સરદાર તરફ રાખી, ને સ્મિતહાસ્યથી પોતાના બોલવાની શી અસર થાય છે તે જોવા લાયો. નવાબે આ બધા બોલવાની મતલબ શી તે સમજવાનો યત્ન કીધો, પણ તેમાં તે નિષ્ફળ થયો. શિવાજીના મોંપર પરમાનંદ પ્રકટ દેખાતો હતો, એટલે પ્રપંચ છે એમ માનતાં નવાબ અચકાયો.

“જો એથી આપ આનંદ પામતા હો તે, અય મરેઠાના સરદાર !” મુસલમાન સરદારે કહ્યું, “એમ કરવામાં વિલંબ નથી. અય વીર પુરુષ ! આટલી દયા આ નગરીના લોકપર પ્રથમ જ અવશ્ય કરવી હતી. તું નામદારની મરજી આજે જણાવી તે પહેલાં એ જ પ્રમાણે વર્ત્યો હોત તો બેશક અમે ઘર બહાર વિનાના થાત નહિ ને આટલા જીવપર આવત નહિ. આ નગરના લોકોના ત્રણ ત્રણ દિવસ થયા જીવ લીધા, ને બાળક, સ્ત્રી ને વૃદ્ધોને રડાવતાં કાપતાં જરા પણ ડર્યો નહિ, એ તારા અમીરી ખવાસને શરમાવે તેવું છે, અમે અમારી સુકી પાકી રોટલીપર ગુજારો કરીએ છીએ, ને બીજાને જરા પણ ઈજા કરતા નથી.