પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
શિવાજીની સુરતની લૂટ


“જીભ સંભાળ; હમણાં કાપીને કટકા કરી નાંખીશ તે તને માલમ નથી ?” નવાબે ખીજવાઈ દાંત કચકચાવી જવાબ દીધો: “હવે નથી વખત કે તમે સ્ત્રીબાળહત્યારા બચી જાઓ. ઓ કાફર મૂર્તિપૂજક ! તું ને તારા સઘળા સાથીએાને હવે મોતના પંજામાંથી બચાવનાર કોઈ નથી બંદગી કર તારા અલ્લાહની કે દોજખના માર્ગમાંથી મૂકાવે.”

“જવાંમર્દ અને નિષ્ઠુર માણસ,” માલુસરેએ કહ્યું, “જાણજે કે આ તારી જીભની ચંચળતાને તો હમણાં જ તોડી પાડીશ, પણ માત્ર દયા ખાઈને જવા દઉં છું. મારા જેવા આગળ તારા કશા પણ ભાર નથી. તું ગમે તેવો વજ્રનો હશે, પણ આ મારા ભાલાથી ભોંકીને તારા શિરને ઊંચે ઉરાડીશ; જેથી તારી સ્ત્રીઓ આક્રંદ કરશે, ને અમારા ગુલામોની શય્યા સાચવશે.”

“જા જા કાફરજાદા, સંધ્યાકાળે શું થાય છે તે તને જણાશે," નવાબે પોતાની પ્રિયા તરફ જોઈ કહ્યું.

“એક થોડો વખત જોઉં છું કે કોને પ્રભુ યારી દે છે. હમણાં જ જણાશે.” માલુસરેએ ધડકતી છાતીએ ઉત્તર દીધો.

માલુસરે પોતાની ઘોડેસ્વાર ટુકડીને સંભાળવા પડ્યો, ને પોતાની ગયેલી આબરૂનો સઘળો આધાર આ જિતપર છે એમ તેણે માન્યું. વખત હવે ઘણો નજીક હતો ને કોઈ પણ પ્રકારે સંધ્યાકાળ લગણમાં નીવેડો લાવવાનો હતો. બપોર થઈ ગયા હતા, ને રાત્રિના નાગરિક સેનાને ભય હોય તેના કરતાં વધારે ભય મરેઠી સેનાને હતું. ટેકરી આગળ તંબુ નાંખી પડાવ કીધો હતો, એટલે પૂર્વ તરફથી કશા પણ ભયની આશા રાખેલી નહોતી. માત્ર પશ્ચિમ તરફથી જ બચાવ કરવાનો હતો. શિવાજી હજી અગાડી વધ્યો ન હતો, પણ પછાડી જ રહ્યો હતો. તે પોતાના મનમાં બડબડાટ કરતો હતો કે, “વખત આમ ને આમ ઘણો વીતી ગયો, ને મનમાં ઢચુંપચુંપણાથી આખો દિવસ વ્યર્થ ગાળ્યો; ગમે તે એક પાર નીકળી ગયા હોત તો વધારે ઠીક હતું. રમા