પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
શિવાજીની સુરતની લૂટ

મનુષ્ય ઘોડાપરથી પડ્યા. નવાબે પોતાની તરવાર ફેરવીને યાહોમ પોતાના પચાસ ઘોડેસ્વાર સાથે મરેઠી સેનાનો કોટ તોડીને ઝોંકાવ્યું ને માલુસરેની સામા જઈને બૂમ મારી કે, “હિચકારા ! મૂર્ખશિરોમણિ ! હવે તારી શુદ્ધિને ઠેકાણે લાવી, આ લડાઈમાં ચાલી પડ; તે વેળાએ બચી ગયો હતો પણ હવે બચવાનો નથી, જોઈએ અલ્લાહ કોને યારી દે છે.” આમ બોલતાં સાથે પચાસ માણસ ગયા. હાથોહાથ લડાઈ થવા માંડી અને એક ઘડીમાં તો કાંઈક મસ્તકો ધૂળમાં રગદોળાયાં. મરેઠી સેનાએ પણ મારો પુષ્કળ ચલાવ્યો પણ રણજિતસિંહની ઘોડેસ્વાર ટુકડીએ ગજબ કીધો ! તેમણે મરેઠાઓ આસપાસ ફરીવળી તેમને વચોવચ ઘેરી લીધા, ને પછી ઘણો સજ્જ મારો ચલાવ્યો. હજારો હાથો ફરી વળ્યા ને મોટો ઘોંધાટ થઈ રહ્યો માલુસરે ને નવાબ બન્ને લડતા હતા. તેવામાં વૃદ્ધ દાદાજી પણ આવી લાગ્યો. તેણે આવતાંની સાથે જ નવાબની સામ ભાલો ઉંચક્યો, તેવામાં નવાબના 'બોડીગાર્ડ'માંના પચાસ માણસમાં તેની પ્રિયા હતી. તેણે દાદાજીના હાથમાં તરવાર મારી ભાલાને દૂર ફેંકાવી દીધો શિવાજી ધસીને આવ્યો અને મોતીને મારવા ધસ્યો, ને તે જ વેળા જો રમાએ મોટી ચીચીયારી પાડીને ગભરાટ ન કીધો હોત તો મોતીનું આવી જ બન્યું હતું, પણ તેની ચીસથી શિવાજીને કાળજામાં ઘા લાગ્યો, ને સામું જોવા જાય છે કે, તુરત તેના ઘોડાના પેટમાં સોંસરવી છરી મોતીએ ઘોંચી દીધી. ઘોડો પડ્યો, ને નવાબ શિવાજી તરફ વળ્યો પણ એક બીજા સિપાઈનો ઘોડો પાસે હતો તેપર તે ચઢી બેઠો રમા સામે ધસ્યો ગયો. પણ વચોવચ રણજિતસિંહ પડ્યો, ને 'સંભાળ સંભાળ', બૂમ મારી બન્ને હાથોહાથપર આવી પડ્યા. રણજંગ મચ્યો. રમાને માલુસરેએ પીછાની અને આજ શત્રુને ઉશ્કેરનારી ને વળી પોતાના પંજામાંથી છટકી ગઈ છે, એટલે શિવાજી પહેલાં તાબે કરવા માલુસરે અગાડી ગયો. મોતી ને રમા એ બન્ને પાસે