પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
શિવાજીની સુરતની લૂટ


હિંમત ધરતા નહિ ને તાનાજી માલુસરેના દિલમાં જબરો ડાઘ હતો; તથાપિ તેની પણ તેની સામા જવાની હિમત ચાલી નહિ.

ક્ષણભર એમ માલુમ પડતું હતું કે, મરેઠાઓ ધણુ આગળ વધીને શત્રુઓને ઠાર કરશે પણ નવાબે પાછી કાપણી ચલાવી. આ નહિ જોઈ રહેવાયાથી પોતાના માવળાએાના લશ્કર સાથે મોરોપંત અગાડી મેદાનમાં આવ્યો ને પોતાની તરવાર તેની સામે ચલાવી પહેલે સપાટે પાંચ હબશી ગુલામોને કાપી નાંખ્યા ને રમાના માથાપર તરવાર મારવા ઉગામી, પણ તેટલામાં નવાબનો ભાલો વચ્ચે આવવાથી તે બચી ગઈ, પણ તેનો બચવાનો આરો નહોતો. શત્રુનું બળ વિશેષ હતું ને આ નાજુકડી, ગમે તેટલી કઠણ હૈયાની છતાં પણ બેભાન થવા આવી, “જો એ પડશે તો ઘણું ખોટું એમ ધારીને મોતી તેની પછાડી આવી. મોરોપંતને તરવારથી જવાબ દીધો. આ ફટકો ઘણો નરમ હતો, પણ તેથી મોરોને ઘણું લાગ્યું. તેનાથી તે ખમી શકાયું નહિ. તે મોતીને મારવા ધસ્યો; પણ નવાબે આવતાંની સાથ તેની આસપાસના છ માવળાઓને કાપી નાંખ્યા, ને પોતાની સામા આવવાને તેડ્યો. તે ગભરાયો ને વિચાર્યું કે હવે બચવાનો નથી, પણ તેટલામાં તાનાજી તેની મદદે આવ્યો ને લડાઈની બાજી ફરી ગઈ. માલુસરેએ ઘાસ કાપવા માંડ્યું નાગરિક સેનાએ પાછાં પગલાં ભર્યાં. તેમની હિંમત, બળ ને જુસ્સો સહુ નરમ થઈ ગયાં; તેમનાં મોટાં હથિયારો પણ નરમ જણાયાં; નવાબે ચલાવેલી બહાદુરી પણ નરમ જણાઈ; ને નવરોઝનો ઘોડો મરણ પામવાથી તેનામાં જોઈયે તેટલી હોંસ રહી નહિ. નાગરિક સેનામાં ભંગાણ પડ્યું, ને પોતાનાં બળ સાહસપર હિંમતથી ઘુમેલાએાએ પૂંઠ પકડી. હિંદુ ને મુસલમાન બંને પાછા હટ્યા ને શહેરમાં જવાને જાણે મરેઠી સેનાને માર્ગે કરી આપતા હોય તેમ નાઠા.

“ફતેહ ! જય ! જય !” એકદમ મરેઠી સેનામાંથી કીકીયારી સાથનો પોકાર પડ્યો, “મારો, પેલા બાયલાઓ નાઠા છે, જુઓ છો શું ? અગાડી વધીને કાપી નાંખો.”