પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
“અલ્લાહ અકબર” અને “જય ભવાની”

અને તે ખરું એમ ધારીને કૂદી પડવું ! જો હું કદી અગાડી પડીને કંઈ કરીશ તો તેથી કંઈ આપણી સેનાના સ્વારોમાં ઘણો ઉમંગ આવશે નહિ. આપ રાજાધિરાજ અગાડી પધારશો તો પછી નક્કી જાણો કે સૌ લશ્કર, જે હમણાં નિરાશામાં છે તે ઉમંગમાં આવીને લડવા તૈયાર થશે. મારું માનો તો કહો આપણા ઘોડેસ્વારોને, કે એકેક માથાદીઠ એકેક નાગરિક વધૂને યોગ્ય તમે ભરથાર ગણાશો. મારા માવળાઓ ને અહમદનગરના વિરલાઓ તો તત્પર છે, પણ બીજાઓને સમજાવવા જોઈશે. શાબાશ છે કે સામા લશ્કરમાં ખરી વીરનારી પેઠે બે સુંદરીઓ લડે છે, ને તેમણે આપણા ઘણા ઘોડેસ્વારેનાં માથાં ધૂળમાં રગદોળાવ્યાં છે."

“બેશક ! માલુસરે ! મોટા આશ્ચર્યની વાત છે કે, તેમાં મારી રમા જેવી પણ છે. બંનેનાં નિશાન વીરપુરુષના જેવાં છે. તેઓ પુરુષને હટાવે તેવી રીતે ઘૂમે છે !” આશ્ચર્યથી શિવાજી બોલ્યો.

“ખરે મહારાજ, મારી એવી ઇચ્છા છે કે, એ બન્નેને આપણે તાબે કરીએ ને આપ જ એની સાથે લગ્ન કરી સંસારસુખ ભોગવી આપના જેવા શૂરવીર ને ઉત્તમ રત્નનો જન્મ આપો કે જે સારી રીતે આપણું રાજ્ય ચલાવે.” માલુસરેએ ઘણું બારીકીથી શિવાજી સામા નજર કરીને કહ્યું.

“હમણાં એ વાત રહેવા દે !” શિવાજી ગુસ્સાથી બોલ્યો. “રણક્ષેત્રમાં સંસારવિલાસની વાત તને કેમ પ્રિય લાગે છે ? આપણી સઘળી આશા ધૂળમાં મળી જાય છે ને તું આવો નકામો વિચાર કરે, એ જ મોટી હાનિકારક વાર્તા છે. પણ જા;” જરાક વિચાર કરીને શિવાજીએ માલુસરેને કહ્યું: “જો કાઈપણ સુંદરીને તું જિતશે, તો તે માલ તારો પોતાનો થશે, માટે તારાથી બનતો યત્ન કરજે. હવે જલદીથી સઘળી ગોઠવણ કરીને અગાડી વધવું, પણ પાછા તો