પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯


પ્રકરણ ૨૪ મું
બેવડો હુમલો-મણીનું પડવું-શિવાજીનું પાછું હટવું

દુમાલ આગળ સઘળી સેના લડવાને પાછી તૈયાર થઈ હતી. કંઈક નવરોઝના કાનમાં જણાવી સુરલાલ પોતાની સેનાને છૂટી પાડી બીજી બાજુએ વળ્યો. એટલામાં સાંઝ પડવા આવી ને બંને સેનાને વિશ્રામ લેવાની વધારે જરૂર પડી. સિપાઈઓ, હવે તો સઘળી રીતે આખા દિવસના થાક ને અવ્યવસ્થાને લીધે શક્તિહીન અને આરામની ઇચ્છા રાખનારા થયા હતા. શહેરનું લશ્કર લેાથપોથ થયું ને તેથી નવાબે તરત વિશ્રામ લેવો અગત્યનો ધાર્યો ને તેમાં તેણે ડહાપણ વાપર્યું હતું. શહેરમાંથી અનાજ પાણી લાવી ત્યાં જ સૌને ભોજન માટે ઠરાવ્યું અને દૂરદૂર ચોકી પહેરો બેસાડી દીધા હતા. આ પ્રમાણે વિશ્રાંતિ લીધાનું કામ શિવાજીએ પણ કબૂલ કીધું હતું. મણી અને મોતીએ પહેરાપર રહીને કેટલીક રીતે સઘળા સિપાઈઓને તાજુબ કીધા હતા. તેમની હાજરી આવી વેળાએ ઘણી જરૂરની હતી, ને તેનાથી જે અસર થઈ તે કહી શકાય તે કરતાં પણ વધારે છે. સુરલાલનું લશ્કર છૂટું પડ્યું પણ તેણે નવરોઝ સાથે જૂદો જ સંકેત કીધેા હતો, ને પ્રારબ્ધયોગે તે સંકેત ઘણો ઉપયોગી થઈ પડ્યો, એમ પછાડીથી સૌને લાગ્યું. કાલીપરજના લશ્કર પછાડી તેનું છૂટું પડેલું લશ્કર જઈને ખડું રહ્યું ને વખત આવ્યો ત્યારે તેના જુવાનસિંગને પોતાના હાથમાં લઈ તેણે ઘણું અદ્ભુત કામ કીધું, જે જવાબદારીને પોતે માથે લીધી હતી તે ઘણી મોટી હતી, ને તેથી પોતપોતાની મોહમય નિદ્રાને પણ નસાડી મૂકી, સાવધ રહીને પોતાનું બળ વાપર્યું હતું.

હાલ સૌ સિપાઈઓ સજ્જ થયા વગર ગમે તેમ નીરાંતથી આડા- અવળા પડ્યા હતા. માત્ર થોડાક સરદારો જ જાગતા હતા, પણ શિવાજીની સેના ચપળ હતી. મધરાતના બે વાગ્યા, ને શહેરનાં મોટાં મોટાં ઘડિયાળો