પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
શિવાજીની સુરતની લૂંટ

ઘણણણ કરતો અવાજ કીધો. સઘળે શાંતિ હતી, એકપણ શબ્દ સંભળાતો નહોતો. પણ તેટલામાં કંઈ ધીમી ધીમી હીલચાલ સામેના લશ્કરમાં ચાલુ થઈ, ને કાન દઈને સાંભળતાં – બહુ બારીકીથી તપાસતાં મોતીને માલમ પડ્યું કે, સામું લશ્કર ઉપડવાની તૈયારીપર છે. એકદમ તેણે જઈને નવરોઝને ખબર કરીને તે પહેરાપરની જગ્યાએ આવીને તપાસવા લાગ્યો, તો ખરે તેમ જ હતું. હવે ગફલત કામની નથી એમ જાણી એકદમ તે તૈયાર થયો ને પોતાના સઘળા માણસોને પણ તાકીદે તૈયાર કીધા. કંઈ પણ અવાજ વગર એક પળમાં સૌ સેના સજ્જ થઈ ઉભી. એક ક્ષણ કરતાં પણ થોડા વખતમાં નવરોઝ, મોતી, મણી મોખરે ચાલવા લાગ્યાં. છ નાના વિભાગ કરીને સૌ પોતપોતાની ટુકડીના સરદાર થઈ જૂદા પડી, દરવાજાની બાજુએ ખસી, ખાઈમાં ઉતરી ગયા ને દરવાજા ખુલ્લા મૂક્યા. મરેઠી સેના શહેર તરફ આવવાને ઉતાવળી ધસી, ને નાગરિક લશ્કર શહેરમાં ખસી ગયેલું હોય એમ માલમ પડ્યું. દરવાજા ઉઘાડા હતા એટલે તેમાં ત્રણ ન્હાની ટુકડી પેઠી. અંદરના ભાગમાં જઈને સૌ ખડા રહ્યા. મરેઠાઓ આવ્યા ને દરવાજા નજીક લશ્કરને ન જોયું કે સાનંદાશ્ચર્ય પામ્યા. ધાર્યું કે બળ નહિ હોવાથી શહેરના નસીબ પર સૌને મૂકીને લશ્કર નાસી ગયું હશે. તેએા ધીમે પગલે અંદર ઘુસ્યા. જેવા મરેઠાઓ અંદર પેઠા કે ખાઈમાં ઉતરી પડેલી શહેરી સેના “હર હર મહાદેવ” એવી લાંબી કીકીયારી પાડી તેનાપર તૂટી પડી અને જે મરેઠાઓ ઘોરકર્મ કરવાને પોતાનો પ્રંપચ ખેલવા મધરાતના ઘુસ્યા હતા, તેઓપર એક સામટો હલ્લેા કીધો, બંને બાજુએથી 'મારો મારો ને કાપો કાપો'નો પોકાર થઈ રહ્યો. શહેરના અને મરેઠાઓના સરદારો એ મધ્ય ભાગમાં જંગ ચલાવ્યું, પણ સુરલાલની મોટી સેનાએ તેમને કાલીપરજ સાથે આવી પછાડીથી ઘેરી લીધા, તેથી તેઓનું કંઈ પણ વળ્યું નહિ ને સૌ ઘણા ગભરાઈ ગયા ઓચિંતા ને વળી બંને પાસના મારાથી મરેઠી સેના ગભરાઈ ગઈ,