પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
શિવાજીની સુરતની લૂટ

ટુકડીને સાથે લઇ તે પોતાના સુંદર ઘોડાને દશ દશ ફૂટની છલંગ મરાવતો પઠાણોની ટુકડી વટાવી ગયો. પોતાની મુરાદ બર લાવવાને જે બાજુએ ધસ્યો ત્યાં ઘણું ભય જેવું નહિ હોવાથી તેને પોતાનો શિકાર પકડતાં વાર લાગી નહિ. બીજા ઘોડાપર મણી બેઠી હતી, ને તેની આસપાસ સાધારણ સિપાઈ સિવાય બીજા સારા સારા સરદારો નહિ હતા, એટલે માલુસરેને ત્યાં આવતાં વધારે સગવડ થઈ. માલુસરેને ધસતો, ને જોશભેર આવતો જોઈને, મણી પ્રથમ ચમકી ને તેવામાં તેનું અડધું જોર કમી થયું, પણ તે ગભરાઈ પાછી હટી નહિ. માલુસરેને આવતાં જ તેણે જવાબ દીધો કે, “મને એકલી જાણીને જિતવાની આશા થોડી જ રાખજે, ભાલાથી તારો છેડો લાવીશ.” એમ બેાલતાં સાથ તે સામા હિંમતથી ગઇ, પણ જ્યાં માલુસરેએ પોતાની તરવારને ફટકો માર્યો કે તેનો ઘોડો પડ્યો, ને બીજે ઘાએ તે બેશુદ્ધ થઈ પડી. તેની આસપાસના સિપાઈઓ પાછા હટ્યા ને થોડાક વધેલાઓ ઝબે થયા. આ નાસભાગથી માલુસરેને ઘણું સહેલું થઈ પડ્યું, તેણે મણીને ઉપાડવાનો વિચાર કીધો ને ઘોડાપરથી ઉતર્યો ને પાસે જઈને પોતાના ઘોડાપર વિભ્રાંત થયેલી મણીને ઉંચકવાનો વિચાર કરે છે, તેવામાં પછાડી ઘોડાનાં પગલાં સંભળાયાં, ને તે ચમક્યો; પાછો તૈયાર થયો ને ઘોડાપર ચઢવા ગયો, પણ હવે વખત થોડો હતો. પાઉંપ્યાદા જ યુદ્ધ કરવું તેને વાજબી લાગ્યું. બને સરદારો સામસામા થયા. એક કલાક સુધી બને વેરની ઝુમમાં ખૂબ લડ્યા ને ભારે ભાલા તો બંનેના ભાંગી ગયા હતા, પણ તરવારના ફટકા ફટાફટ પડતા તેથી ઘણો શોર મચી રહ્યો. બંને શક્તિહીન થયા, તે બંનેનું શૌર્ય ઓછું થઈ ગયું. જ્યારે બંને જણથી આ ફટકાઓ ઝીલાયા નહિ ત્યારે નરમ પડ્યા. સામો સરદાર કોઈ જ નહિ પણ નવાબ જ હતો ને નવાબ સાથે લડવું વ્યર્થ છે, એમ ધારી માલુસરે એકદમ વખત મળતાં ઘોડાપર ચઢી બેઠો. પણ