પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
પરિશિષ્ટ


સુરતની વસ્તી ઇ. સ. ૧૭૯૬ માં આઠ લાખની કહેવાતી. શિવાજીએ સુરત લૂંTયું હશે તે સમયે તેથી પણ વધારે હોવી જોઈએ. હાલમાં તો ૮૦ થી ૯૦ હજારની ગણાય છે. દેશી વસ્તીનો મોટો ભાગ વાણિયા, બ્રાહ્મણ, શ્રાવક, ભાટિયા, કાછિયા, ભાઠેલા, કણબી, મુસલમાન, હેારા ને પારસીઓનો છે.

રીતભાતમાં સુરતની વસ્તી જેવી સુઘડ છે તેવી બીજી કોઈ ગુજરાતમાં નથી. સ્ત્રી પુરૂષોનો પોશાક આછો ને શોભતો છે, તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સુરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. હાલ મુફલીસીમાં છે તોપણ તેઓ શહેરના રહેનાર, સુઘડ અને ચતુર છે, એમ પોતાના ચહેરા ઉપરથી બતાવે છે. સુરતના લોક હિન્દુસ્તાનના કોઈપણ ભાગમાં તરત એાળખાઈ આવે છે.

ઇ. સ. ૧૬૬૨ માં કંપની સરકારે, જે અંગ્રેજો કોઠીમાં રહી ખાનગી ધંધો કરી કંપનીને નુકશાન પુગાડતા, તે અટકાવવા માટે એક ગવર્નર નીમ્યો હતો. તેનું નામ સર જ્યાર્જ ઓકસનડન હતું.

એ કાળે સુરતની સંપત્તિનું શું પૂછવું ? એ વિષે ખબર કાઢવાને શિવાજી મરેઠાએ પોતાનો એક બહીરજી નામનો જાસુસ સુરત મોકલ્યો હતો. એથી વાકેફ થઈને સુરતની તવંગિરીથી લલચાઈને નાશકની યાત્રાનું બહાનું બતાવી શિવાજી ૪૦૦૦ સ્વાર સાથે અચાનક તા. ૫ મી જાનેવારી સને ૧૬૬૪ માં સુરત આવી પહોંચ્યો, એ વાત સાંભળતાં જ હાકેમ તો કિલામાં ભરાઈ બેઠો. શહેરના લોક જીવ લઈને નાઠા. થોડાએક શાહુકારોએ અંગ્રેજની કોઠી આગળ આવી પોતાના જાનમાલ બચાવવાની વિનંતિ કરી તેથી તેઓ બચ્યા. એ વર્ષમાં કંપનીની કોઠીમાં ૮૭ લાખનો માલ હતો. સમી સાંજ સુધીમાં તો મરેઠાનું સૈન્ય સુરતની ચોમેર ફરી વળ્યું. કેટલાકે કિલ્લાને ઘેરો ઘાલ્યો, પણ ત્યાં કંઈ તેઓનું ફાવ્યું નહિ. ઘણાએકે તો છ દાહડા અને છ રાત નિરાંતે શહેરને લૂંટ્યા કીધું ને બાળ્યા કીધું. અંગ્રેજ ને વલંદા સામે થયા ને તેઓએ પોતાનું કોડી ભાર પણ લેવા દીધું નહિ. તેમાં અંગ્રેજો તો એટલી બહાદુરીથી ઉભા રહ્યા કે તેઓએ પોતાનો તો હોય જ પણ કેટલાક સુરતી વેપારીએાનો માલ પણ મરેઠાને હાથ જવા દીધો નહિ. એ વેળાને અંગ્રેજનો કોઠીદાર સર જયોર્જ ઓકસનડન હતો. એ વખતે શિવાજી સુરતમાંથી ફક્ત સોનું રૂપું ને જવાહીર ૩૦ કરોડનું લઈ ગયો અને જો અંગ્રેજની ને વલંદાની કોઠી હાથ લાગી હોત તો તેને અનરગળ દોલત મળી