પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
કિલ્લાની મંડળી


“મારા ખાતર અને ખુદાને ખાતર, શાહજાદા, તારે શાંતિ ધરવી. તું હવે વૃદ્ધ છે અને આ કાર્ય તરુણ પુરુષનું છે. તું આ કામમાં ઝીંપલાવશે તો ખચીત તારો જાન જોખમમાં આવી પડશે. ભયને સમયે બચાવ કરવાની અને કમભાગ્યને સમયે નાસવાની શક્તિ હવે તારામાં રહી નથી, તો તું શું કરીશ ?”

“હારક સમયે રાહ દેખાનેવાલા જવાંમર્દ ચૈયે.”

“જો મર્દ નામર્દ બને ! તો હું ને મણી એકવાર મર્દ બનીને “હાર”માંથી “રાહ” દર્શાવીશું?” મોતીબેગમ આગળ વધીને બોલી.

“નહિ, નહિ, એમ નહિ જ બને !” પાંચ સાત અવાજનો સામટો જ કોરસ થયો.

“મોતી ને મણીની જીંદગી ઘણી કીમતી છે, તે આ કામને લાયક નથી;” નવાબે કહ્યું.

“પ્રિય પતિ ! નહિ, અમને હુકમ આપો, પછી જે કામ તમારા સરદાર કરી શકતા નથી, તે અમે બજાવીશું;” મોતી જોસ્સાથી ઉભી થઈ બેાલી.

“અને ખુદાવંત ! મારા દેશને માટે એકવાર ખરી સેવા બજાવવાને હું તૈયાર છું. તે માટે આજ્ઞા દીજીએ;” મણી જે મોતીની સાથે પોતાના પતિ સહિત કિલ્લામાં આવી ભરાઈ હતી તે બોલી.

“તમે જઈને શું કરશો ?” નવાબે પૂછ્યું.

“જે કોઈ નહિ કરશે તે !” મણી બોલી.

“ભયને સમયે સ્ત્રીઓ બ્‍હીક ધરે છે.”

“ને તેવા જ સમયે સૌને બચાવી પણ લે છે.”

“મોતી, જે કામ તું કરવા તૈયાર થઈ છે, તે કેટલું જોખમ ભરેલું છે, તે જાણે છે ?”

“મને જાણવાની શી જરૂર છે ! મોત ને લજજા એ બે કરતાં કંઈ વધારે નથી, તે આ૫ જાણો છો, પ્રિય; ને તેને માટે આપ શંકાશીલ