પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
રાત માતાકા પેટ


“શાબાશ ! શાબાશ ! ધન્ય છે શહેરના નાકને.” ચોમેર શબ્દધોષ થઈ રહ્યો.

સુરતમાં એ કાળે લોકોમાં જે શક્તિ હતી, શૂરાતન હતું, બુદ્ધિબળ હતું, તેવું ગુજરાતમાં કોઈ સ્થળે ન હતું. પ્રસંગોપાત્ત પઠ્ઠા જુવાનો હોંસ ઉમંગમાં આવી મેદાન પડવાને તત્પર થતા હતા, ને બથમ્બથાની યુદ્ધકળા - મારામારીમાં કોઈની પણ સામે ઉતરવાને તૈયાર થતા હતા. તેનું પરિણામ કસરતશાળાઓ હતી. આ શાળાઓનો દેખાવ દુર્બલ હતો, પણ તેમાં જે ઉસ્તાદ હતા, તેઓ યુદ્ધકળાના નિયમ તો નહિ, પણ થોડાક દ્વંદ યુદ્ધના ભેદ બહુ સારી રીતે જાણતા હતા. તેઓ તનબળમાં બહુ જબરા હતા. અામાં વાણિયા શિવાય ઘણું કરીને સઘળી જાતના લોકો હતા. તેઓ બહુ કાબેલ હતા. એમાંના ઘણાક લોકો, જો કોઈ રણસિંગડુ ફુંકનાર મેદાન પડે તો તેની પછાડી ચાલવા તત્પર થાય તેવા હતા. કણબી, શ્રાવક ને બ્રાહ્મણ વર્ગમાં જે શિરજેરી હતી તેને લીધે આ વલંદા બંદરની સભામાં તે લોકોનાં લેાહી તો ઘણા જ ઉકળી આવ્યાં હતાં.

આજે જેમ પરદેશી કે દેશી, કોઈના પણુ હુમલાથી બચવાને માટે, એક પણ શસ્ત્ર ઘરમાં રાખવામાં આવ્યું નથી, ને કોઈ પિંડારો લુટવાને માટે દોડ કરે તો, એકેવારે ઘડીના છઠ્ઠા ભાગમાં ગુજરાતનું કોઈપણ નગર લુટી લેવામાં વિલંબ લાગે નહિ, તેમ તે કાળે નહતું. જો સાવધતા રાખી હોત તો નવાબને ઘણીક રીતે શહેરી પ્રજામાંથી જ ઘણા વીરપુરુષો આવી મળત ને શહેરની ધૂળધાણી થતી અટકત. શહેરના દરેક બહાદુર નરના ઘરમાં તરવાર, બરછી, ફરસી કે પટાકડીના ઘાટની બંદુકડી તો ખરી જ; અને જેટલું કામ શસ્ત્ર ન સારત, તે કરતાં વધારે શિરજોરીથી કામ થાત. લેાકેા લઠ્ઠા, પટ્ટા, બળિયા ને દશ વીશ સામા મરણિયા થઈને ઘૂમનારા હતા. આજના જેવા માઈકાંકલા, લપુલપુ થતા. 'તીન દિને અઢાઈ કોશ' જેવી હાલતના બાયલા નહતા. નાનપણથી