પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

abc


પદ ૭૩૧ મું

ધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ વિચર્યા સહજાનંદજી,
ધન્ય ઉન્મત્તગંગ ખળખળીએ નિત્ય નહાતા આનંદકંદજી...
ધન ધન ગઢપુરની ધરણીને, ::ધન નરનારીની કરણીને,
હેતે નીરખ્યા સહજાનંદ વર્ણીને...
ધન્ય ધન્ય ધરણી લક્ષ્મીવાડી, ::વ્હાલો ઘોડે બેસીને જાતા દહાડી,
ત્યાં જોયા જીવન મેવા જમાડી...
ધન્ય ઉત્તમના પરીવારને, ::જેણે રાજી કર્યા કરતારને,
વાર્યું હરિ પર લઈ ઘરબારને...
ધન્ય ધન્ય ભોમ રાધા વાવ તણી, ત્યાં જાતા વ્હાલો અતિ બની રે ઠાણી,
પોતે ખોદાવી કરી પ્રીત ઘણી...
નહાવા જાતા નારાયણ હૃદને ઘાટે, ::રથ હાંકતા હરિવર એ વાટે,
પ્રેમાનંદ કે' સંભારતા હૈયે ફાટે...


પદ ૭૩૨ મું