પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પદ ૮૫૯ મું


મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો, નહીં રે ડરું લોક લાજથી રે;

હાં રે મારે રટના લાગી છે એના નામની જી હો,
નિર્ભે થઈ હું તો આજથી રે... મારે લગની

હાં રે મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે,
મારે સુખ સંપત એનું નામ છે જી હો... નહીં રે

હાં રે મારે એક આશા છે ઘનશ્યામની,
હું તો માળા જપું છું એના નામની જી હો... નહીં રે

હાં રે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે,
મારે એ વિના બીજું હરામ છે જી હો... નહીં રે

હાં રે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ છે,
પ્રેમાનંદ જોઈ પુરણકામ છે જી હો... નહીં રે


abc