પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરભ પર કેશ છે હથેળી રાતિયું,
રાતી રેખા તેમાં ન્યારી ન્યારી... ૨

રાતી છે આંગળિયું રાતા છે નખમણિ,
ઊપડતા તીખા અતિ જોયા જેવા;
એવા જે કરવર ધરત જન શિર પર,
આતુર અભય વરદાન દેવા... ૩

જાનુ પરજંત ભુજ સરસ ગજસૂંઢથી,
ભક્તને ભેટવા ઊભા થાયે;
એવા ઘનશ્યામની ભુજ છબી ઉપરે,
પ્રેમાનંદ તન મન વારી જાયે... ૪


પદ ૧૧૮૪ મું

ચિતવીએ ચિહ્ન મહારાજનાં અંગમાં,
ભક્તજન ભાવસું વારવાર;
વામ ભાગે વળી કંઠ ને ભુજ વચે,
ચૌદ તિલ સૂક્ષ્મ સરસ સાર... ચિતવીએ૦ ૧

ડાબે પડખે વળી નવ તિલ નૌતમ,
ત્રણ તિલ કાખમાં કહું છું જોઈ;
એક તિલ અનુપમ કંબુ કંઠને વિષે,
નીરખતાં ભક્ત મન રે'છે મોઈ... ચિતવીએ૦ ૨

ચિબુક ને અધરપર કેશ રેખા છબી,
અધર પ્રવાલ જોઈ ચિત્ત લોભે;
કુંદની કળીસમ દીપ દશનાવળી,
કનકની રેખમાંહી સરસ શોભે...ચિતવીએ૦ ૩

દાઢમાં ચિહ્ન છે શ્યામ સોહામણાં,
મંદ મુખહાસ જોઈ લાજે કામ;
ઘેરે સાદે કરી બોલતા વચન હરિ,
પ્રેમાનંદનો સ્વામી ઘનશ્યામ... ચિતવીએ૦ ૪