પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પદ ૧૮૩૭ મું - રાગ ગરબી.

પાતળિયાજી પગલાં માંડો પ્રેમનાં જો એ ઢાળ છે.

અલબેલા આવો રે આજ મારે આંગણે જો
પૂરો મારા હૈડા કેરી હામ જો
હળવા તે ભરજો રે પગલાં હેતમાં જો
આવો મારા વહાલા પૂરણકામ જો... ટેક
શેરી વાળીને મેં તો સજ કરી જો
ફૂલડાં વેર્યાં છે ઊભી વાટ જો
કેસરને કુમકુમનાં છાંટ્યાં છાંટણાં જો
મારો વહાલોજી પધારે તે માટ જો... ૧
અગર ને ચંદને લીપ્યા ઓરડા જો
મોતીડે કંઈ પૂર્યા છે ચોક જો
મોંઘે તે મળિયાગરે લીપ્યા લાડમાં જો
વ્હાલા તમને પધરાવ્યાના ગોખ જો... ૨
ફૂલડે (તે) સમારી વહાલા સેજડી જો
મેવા ને મીઠાઈના નહીં પાર જો
પ્રેમાનંદના સ્વામી જોવું વાટડી જો
આવો મારા હૈડા કેરા હાર જો... ૩


અબક